Site icon Revoi.in

હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે વેક્સિન, Pfizer એ શરૂ કર્યું ટ્રાયલ

Social Share

દિલ્હી : કોરોનાની વેક્સિન બનાવતી અમેરિકાની દિગ્ગજ દવા નિર્માતા કંપની ફાઇઝરે તેની વેક્સિનનું ટ્રાયલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર શરૂ કરી દીધું છે.જે અંતર્ગત અભ્યાસના પ્રથમ તબક્કાની સ્ટડીમાં ઓછી સંખ્યામાં નાના બાળકોને વેક્સિનના વિવિધ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઇઝરે ચાર દેશો-સંયુકત રાજ્ય અમેરિકા, ફિનલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં 90 થી વધુ ક્લિનિકલ સાઇટ્સમાં 4,500 થી વધુ બાળકોની પસંદગી કરી છે.

કંપનીએ જણાવ્યું હતું કે,વેક્સિનના ટ્રાયલ માટે આ અઠવાડિયે 5 થી 11 વર્ષની વયના બાળકોની નોંધણીનું કાર્ય શરૂ કરવામાં આવશે. આ બાળકોને 10 માઇક્રોગ્રામના બે ડોઝ આપવામાં આવશે, જે કિશોરો અને પુખ્ત વયના લોકોને આપવામાં આવતી વેક્સિનના ડોઝનો ત્રીજો ભાગ છે. થોડા અઠવાડિયા પછી 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો પર વેક્સિન ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને તેમને ત્રણ માઇક્રોગ્રામ વેક્સિન આપવામાં આવશે.

ફાઇઝરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,કંપનીને અપેક્ષા છે કે, સપ્ટેમ્બર સુધીમાં 5 થી 11 વર્ષની વયના બાળકોનો ડેટા આવી જશે, જ્યારે 2 થી 5 વર્ષની વયના બાળકો માટેનો ડેટા ટૂંક સમયમાં આવી શકે છે, જે પછી કંપની ઈમરજન્સીના ઉપયોગ માટે અરજી કરશે. યુ.એસ. અને યુરોપિયન યુનિયનમાં, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ફાઇઝરની રસી પહેલાથી જ મંજૂર કરવામાં આવી છે, જો કે આ મંજૂરી ફક્ત ઈમરજન્સીના ઉપયોગ માટે આપવામાં આવી છે.