- આજે સવારે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા
- અંખડ જ્યોતના દર્શન માચે હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા
દિલ્હી- ચારધામ યાત્રાનો આરંભ થી ચૂક્યો છે ત્યારે આજરોજ ગુરુવારની સવારે બદરીનાથના કપાટ ભકર્તો માટે ખોલવામાં આવી ચૂક્યા છે. પ્રથમ દિવસે જ અખંડ જ્યોતના દર્શન માટે હજારો શ્રદ્ધાળુંઓ આવી પહો્યો હતા.
હા અહી હિમવર્ષા અને કડકડતી ઠંડી નું જોર જોવા મળે છે આવી સ્થિતિ વચ્ચે બદ્રીનાથ મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. આજે ગુરૂવારે સવારે 7.10 કલાકે દ્વાર ખુલવાના આ શુભ અવસરે સેંકડો ભાવિકો અખંડ જ્યોતિના દર્શન કરવા ધામમાં પહોંચ્યા હતા અને યાત્રાના સ્ટોપ પર અવરજવર પણ શરૂ થઈ ગઈ છે.
મંદિરના કપાટ ખોલવા દરમિયાન લગભગ 20 હજાર શ્રદ્ધાળુઓ ધામ પહોંચ્યા હતા. દરવાજાના ઉદ્ઘાટન માટે માધવ પ્રસાદ નૌટિયાલ પણ તેહરી રાજાના પ્રતિનિધિ તરીકે ધામમાં હાજર હતા.આ પ્રસંગે 25 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે.
બાીજી તરફ બદ્રીનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે યાત્રાધામો પર વિવિધ સ્થળોએ યાત્રાળુઓ એકત્ર થવા લાગ્યા છે. તીર્થયાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓના લગભગ 400 વાહનો બદ્રીનાથ પહોંચ્યા છે. બદ્રીનાથની સાથે ધામમાં સ્થિત પ્રાચીન મઠો અને મંદિરોને પણ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યા છે.
જો કે બદ્રીનાથ ધામના આંતરિક રસ્તાઓ પર હજુ પણ બરફ છે, જેને નગર પંચાયત બદ્રીનાથના પર્યાવરણ મિત્રો દ્વારા સાફ કરવામાં આવી રહ્યો છે આ સહીત દેશના પ્રથમ ગામ માણામાં ગ્રામજનોએ અવરજવર શરૂ કરી છે. બુધવારે બદ્રીનાથ ધામ પહોંચેલા મોટાભાગના ભક્તો માના ગામ પહોંચ્યા હતા. બદ્રીનાથમાં આર્મી હેલિપેડથી મંદિર પરિસર સુધી સ્વચ્છતાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.