Site icon Revoi.in

વેરાવળ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જ દોડશે

Social Share

અમદાવવાદઃ રાજકોટ રેલવે ડિવિઝનની વેરાવળ-અમદાવાદ અને અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. જેને લઈને આ બંને ટ્રેનો આગામી 2 જુલાઈ સુધી સાબરમતી સ્ટેશન સુધી જશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે 23 જૂનથી લઈને 02 જુલાઈ, 2023 સુધી બ્લોક લેવામાં આવશે. જેને લઈ રાજકોટ ડિવિઝનથી પસાર થતી આ બે ટ્રેનોને અસર થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ટ્રેન નં. 22958 વેરાવળ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 23-06-2023થી 02-07-2023 સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન સુધી જશે. જ્યારે ટ્રેન નં. 22957 અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ 23-06-2023થી 02-07-2023 સુધી અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે. આમ આ ટ્રેનો સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા પ્રવાસીઓને વિનંતી કરી છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે, જેથી તેઓને કોઈપણ પ્રકારની અસુવિધા થાય નહીં.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના લીધે ટ્રેન નં. 22958 વેરાવળ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 23-06-2023થી 02-07-2023 સુધી અમદાવાદની બદલે સાબરમતી સ્ટેશન સુધી થશે. આમ આ ટ્રેન સાબરમતી અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ-સોમનાથ એક્સપ્રેસ 23-06-2023થી 02-07-2023 સુધી અમદાવાદને બદલે સાબરમતી (જેલ બાજુ)થી ઉપડશે. આમ આ ટ્રેન અમદાવાદ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વધુ માહિતી માટે રેલવે ઈન્કવાયરીનો સંપર્ક સાધાવા જણાવ્યું છે.