1. Home
  2. ગુજરાતી
  3. નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઃ મનસુખ માંડવિયા
નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઃ મનસુખ માંડવિયા

નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઃ મનસુખ માંડવિયા

0
Social Share

નવી દિલ્હીઃ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે આવેલા ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ના 21મા પદવીદાન સમારંભની વર્ચ્યુઅલ માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. ભારતી પ્રવિણ પવાર ગેસ્ટ ઑફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 17467 જેટલા નિષ્ણાતો અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉકટરોને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ, ડૉક્ટરેટ ઓફ નેશનલ બોર્ડ અને ફેલો ઓફ નેશનલ બોર્ડની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારંભમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 210 ડૉકટરોને પ્રશંસા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

21મા પદવીદાન સમારંભમાં અધ્યક્ષ તરીકે સંબોધન કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને તેમની સાચી કટિબદ્ધતા અને સમર્પણ આ કાર્યને સંભવ કરી શકે છે.  દેશ અત્યારે સુલભ, સસ્તી અને દર્દીઓ માટે અનુકૂળ આરોગ્ય સંભાળ પ્રણાલી તરફ આગળ વધી રહ્યો છે. “આજે, આપણા આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકારનું લક્ષ્ય આરોગ્ય ક્ષેત્રમાં નિવારક આરોગ્ય સંભાળ અને આધુનિક તબીબી સુવિધાઓ વચ્ચે તાલમેલ સાથે સર્વગ્રાહી રીતે કામ કરવાનું છે. અમારી સરકાર પોતાના ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા માટે અવિરત પ્રયાસો કરી રહી છે જેમાં ‘અંત્યોદય’ના કલ્યાણની પરિકલ્પના કરવામાં આવી છે. આરોગ્ય અને વિકાસ, આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને અમારી સરકાર સ્વસ્થ નાગરિકોના મૂલ્યને સમજે છે અને તે રીતે પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન (PMSMA), પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY), LaQshya (લક્ષ્ય) કાર્યક્રમ અને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ADHM) જેવી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. આ તમામ પહેલો સુલભ, સસ્તી અને દર્દીઓ માટે અનુકૂળ આરોગ્ય સંભાળ પ્રણાલીની પરિકલ્પના પરિપૂર્ણ કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઇ છે. આ જ દૂરંદેશી તરફ કામ કરીને, અમે AIIMSની સંખ્યામાં પણ વધારો કર્યો છે અને દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમારા તરફથી અમે દુર્ગમ અને જ્યાં પહોંચવાનું કઠીન હોય વિસ્તારો અને નબળું પ્રદર્શન કરી રહેલા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને અસમાનતાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નવા અને ઉત્સાહપૂર્ણ જોશથી ભરપૂર છીએ. સ્વસ્થ, વધુ સમૃદ્ધ ભારતના નિર્માણનું અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમે દરેકની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે, ભલે આપણે અનેક પરિમાણોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને પહેલાંના સમયની સરખામણીએ આજે ભારતમાં સ્વસ્થતાનું સ્તર ઘણું વધારે છે, તો પણ આપણે આપણા આદરણીય પ્રધાનમંત્રીની “સૌ માટે સ્વાસ્થ્ય”ની દૂરંદેશીને સાકાર કરવા માટે હજુ પણ ઘણું લાંબુ અંતર કાપવાનું છે. આપણું ધ્યાન પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરની આરોગ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત કરીને દેશના છેવાડાના ખૂણા સુધી આપણા નાગરિકોને પરવડે તેવી ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળની પહોંચ વધારવા પર કેન્દ્રિત હોવું જોઇએ. આપણને સમૃદ્ધ ભારત માટે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે આપણને સ્વસ્થ નાગરિકની જરૂર છે.

કોવિડ 19 મહામારીએ આપણને એ બતાવ્યું છે કે આપણે આરોગ્ય ક્ષેત્રની ટેકનોલોજીને સુધારીને શ્રેષ્ઠતમ બનાવવાની અને તેનાથી અનુકૂલિત કરવાની જરૂર છે જેથી આવી વૈશ્વિક મહામારી જેવા વધતા જતા પડકારોનો સામનો કરી શકાય. તેથી, ક્લિનિકલ સંશોધન કે જેના કારણે ડૉકટરોને દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે કરવી તે નક્કી કરવામાં મદદ મળે છે તેનું ખૂબ જ મોટું મહત્વ છે. તેની મદદથી જ નવી દવાઓ, નવી પ્રક્રિયાઓ અને નવા સાધનોનો વિકાસ કરવો શક્ય બને છે. તેમણે ઉમેર્યું હતું કે, “તબીબી સંશોધન વગર, આપણે એ નક્કી ના કરી શકીએ કે, નવી સારવાર આપણી વર્તમાન સારવાર કરતાં વધુ સારી છે કે નહીં. તેથી, તબીબી સંશોધન પર વધુ સારું ધ્યાન આપવું જરૂરી છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code