Site icon Revoi.in

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જાન્યુઆરી 2022માં યોજાશે વાઈબ્રન્ટ સમિટ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળને લીધે વાયબ્રન્ટ સમિટ પણ યોજી શકાઈ નહતી. 2021માં મુલતવી રહેલી 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાજ્યના ઉધોગ અને તેને સંલગ્ન વિભાગો જેવાં કે ઇન્ડેટ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 2003થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ સમિટ નવ વખત થઇ છે. ગયા વર્ષે આ સમિટ યોજવાની થતી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે 2022ના જાન્યુઆરી મહિનામાં સમિટ યોજવામાં આવશે. ઉધોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ઓગષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર નિર્ણય લેશે. આ સમિટના ભાગરૂપે દેશના મુખ્ય ઔધોગિક તેમજ વાણિિયક રીતે વિકસિત કેન્દ્રોમાંથી મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમિટ માટે ઉધોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેટ–બીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ સેમિનાર કરવાની સૂચનાઓ પણ મળી છે.

ગુજરાતમાં 2019 પછી ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉધોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શરૂ થાય તેવી સંભાવના છે. ઉધોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ– ઉધોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટસને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉધોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોટવેર ઇન્ડેટ–બી અને બાયસેગ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ડીપીઆઇઆઇટી દ્વારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ 19 વિભાગો સાથે સબંધિત હશે. આ સમિટ માટે નાણા વિભાગ તરફથી ઉધોગ વિભાગને થનારા ખર્ચની પણ બજેટેડ જોગવાઇ કરવામાં આવી છે.