Site icon Revoi.in

ઈરાનમાં ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ હાજરી આપશે

Social Share

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઇરાનની મુલાકાત લેશે. જોકે ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. 23 મેના રોજ ઈરાનમાં તેમની અંતિય યાત્રા યોજવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 22 મેના રોજ ઈરાન જવા રવાના થશે. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના સન્માનમાં સમગ્ર ભારતમાં એક દિવસીય રાજ્ય શોક મનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સિવાય 21 મેના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનના મૃત્યુ પર ભારતની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. જયશંકરે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં ઈરાનના લોકો સાથે ઊભું છે.

દરમિયાન અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન અને અન્ય છ લોકોના મોત થયા હતા. ઈરાન સરકારે તપાસમાં મદદ કરવા માટે અમેરિકાને વિનંતી કરી હતી. જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સરકાર તરફથી મદદની વિનંતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે વિદેશી સરકારો દ્વારા વિનંતી કરવામાં આવે છે. ત્યારે અમેરિકા આવી સ્થિતિમાં મદદ કરે છે, પરંતુ લૉજિસ્ટિકલ કારણોસર અમેરિકા ઈરાનની મદદ કરવા માટે સક્ષમ નથી.

યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અમેરિકા દ્વારા રાયસી પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને એક મિનિટના મૌનમાં ભાગ લેવા વિશે પૂછવામાં આવતા, મિલરે કહ્યું કે તે સ્પષ્ટ છે કે રાયસી ચાર દાયકાઓ સુધી ઈરાની લોકોના જુલમમાં ક્રૂર ભાગીદાર હતો, પરંતુ યુએસ હેલિકોપ્ટર દુર્ઘટના જેવી ઘટનામાં કોઈ પણ જીવ ગુમાવે છે, ત્યારે શોક વ્યક્ત કરે છે. પરંતુ તે ઈરાનમાં ન્યાયાધીશ અને પ્રમુખ તરીકે રાયસીના રેકોર્ડની વાસ્તવિકતા અને તેના હાથ લોહીથી રંગાયેલા હતા તે હકીકતને બદલતી નથી.