સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે કે, જ્યાં સુધી પોલીસ ના આવે ત્યાં સુધી તે ક્યાંય જવાની નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાતો રૂમ એ ડ્રોઈંગ રૂમ છે જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી સામાન્ય રીતે તેમના નિવાસસ્થાને આવતા નેતાઓ અને કાર્યકરોને મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ સોફા પર બેઠી છે. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ તેને બહાર જવા માટે વારંવાર વિનંતી કરી રહ્યા છે. તમે પોલીસને બોલાવશો તો પણ તેઓ ગેટની બહાર આવશે. તેને અંદર આવવા દેવામાં આવશે નહીં.
સીએમ હાઉસમાંથી સામે આવેલા આ વીડિયોએ સ્વાતિ માલીવાલને પણ સકંજામાં લીધા છે. તેનું કારણ એ છે કે સ્વાતિ પોતે આ વીડિયોમાં કેજરીવાલના પૂર્વ ખાનગી સચિવ વિભવ કુમાર માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. સ્વાતિ કહી રહી છે કે વિભવ કુમાર તેને કેવી રીતે રોકી શકે. તે સુરક્ષાકર્મીઓને પણ ધમકી આપી રહી છે. સ્વાતિ તેમને ધમકી આપી રહી છે અને કહી રહી છે કે તે તેમની સામે પણ કાર્યવાહી કરશે. તેમની નોકરીઓ ખાઈ જશે.