Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી ઘુસણખોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. જેથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ અને ઘુસણખોરીની ઘટનામાં ઘટાડો થયો છે. દરમિયાન વર્ષ 2022માં 125 આતંકવાદી અને 14 ઘુસણખોરીની ઘટના સામે આવી હતી. બીજી તરફ પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ભારતને બરબાદ કરવાના ઈરાદે ડ્રોનની મદદથી માદવ દ્રવ્યો અને હથિયારોની ઘુસણકોરીની ઘટનાને અંજામ આપી રહ્યાંનું સામે આવ્યું છે. દરમિયાન પંજાબમાં પાકિસ્તાન સરહદે 3 વર્ષમાં હથિયારો અને ડ્રગ્સની દાણચોરી માટે ડ્રોનના ઉપયોગની 53 ઘટના સામે આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિકે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદે હથિયારો અને માદક દ્રવ્યોની દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની 53 ઘટનાઓ નોંધાઈ છે. તેમણે કહ્યું કે 30 જૂન, 2023 સુધીના છેલ્લા ત્રણ વર્ષમાં શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરીમાં ડ્રોનના ઉપયોગની 53 ઘટનાઓ મળી આવી છે.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસા અને ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે. આ વર્ષે જૂનના અંત સુધીમાં આતંકવાદી હિંસાની 26 ઘટનાઓ બની છે અને કોઈ ઘૂસણખોરી થઈ નથી. 2022માં 125 આતંકવાદી અને 14 ઘૂસણખોરીની ઘટનાઓ અને 2021માં 134 આતંકવાદી અને 34 ઘૂસણખોરીની ઘટનાઓ બની હતી.