1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોન અને ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો વાયરસ ડેલ્ટાક્રોન CYPRUSમાં જોવા મળ્યો
ઓમિક્રોન અને ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો વાયરસ ડેલ્ટાક્રોન CYPRUSમાં જોવા મળ્યો

ઓમિક્રોન અને ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો વાયરસ ડેલ્ટાક્રોન CYPRUSમાં જોવા મળ્યો

0
Social Share
  • ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાનો નવો વેરિયન્ટ
  • Cyprus માં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ
  • ઓમિક્રોન-ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો ડેલ્ટાક્રોન

દિલ્હી:ઓમિક્રોનની દહેશત વચ્ચે હવે Cyprus માં નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. Cyprus માં એક શોધકર્તાએ આ વેરિયન્ટની શોધ કરી છે.જે ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિનેશનથી બનેલો છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જ જવાબદાર હતો.જેનાથી મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા હતા.

રિપોર્ટ અનુસાર, Cyprus વિશ્વ વિદ્યાલયમાં જેવીક વિજ્ઞાનના પ્રોફેસર લિયોનડીયોસ કોસ્ત્રીકિસએ આ વેરિયન્ટને ડેલ્ટાક્રોન નામ આપ્યું છે.

ડેલ્ટા જીનોમની અંદર પોતાના ઓમાઇક્રોન જેવા જિનેટિક સિગ્નેચરના કારણે તેને આ નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, કોસ્ત્રીકિસ અને તેની ટીમે અત્યાર સુધીમાં આ વેરિયન્ટથી જોડાયેલ 25 કેસ મળી આવ્યા છે.અત્યારે એ સ્પષ્ટ નથી કે,આ વેરિયન્ટના શું હજુ પણ કેસ મોજુદ છે.અથવા આ કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે.તેમણે કહ્યું કે,અમે ભવિષ્યમાં જોશું કે આ સ્ટ્રેન વધુ સંક્રામક છે કે પ્રબળ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code