- ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાનો નવો વેરિયન્ટ
- Cyprus માં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ
- ઓમિક્રોન-ડેલ્ટાના કોમ્બિનેશનથી બનેલો ડેલ્ટાક્રોન
દિલ્હી:ઓમિક્રોનની દહેશત વચ્ચે હવે Cyprus માં નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. Cyprus માં એક શોધકર્તાએ આ વેરિયન્ટની શોધ કરી છે.જે ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિનેશનથી બનેલો છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જ જવાબદાર હતો.જેનાથી મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા હતા.
રિપોર્ટ અનુસાર, Cyprus વિશ્વ વિદ્યાલયમાં જેવીક વિજ્ઞાનના પ્રોફેસર લિયોનડીયોસ કોસ્ત્રીકિસએ આ વેરિયન્ટને ડેલ્ટાક્રોન નામ આપ્યું છે.
ડેલ્ટા જીનોમની અંદર પોતાના ઓમાઇક્રોન જેવા જિનેટિક સિગ્નેચરના કારણે તેને આ નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, કોસ્ત્રીકિસ અને તેની ટીમે અત્યાર સુધીમાં આ વેરિયન્ટથી જોડાયેલ 25 કેસ મળી આવ્યા છે.અત્યારે એ સ્પષ્ટ નથી કે,આ વેરિયન્ટના શું હજુ પણ કેસ મોજુદ છે.અથવા આ કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે.તેમણે કહ્યું કે,અમે ભવિષ્યમાં જોશું કે આ સ્ટ્રેન વધુ સંક્રામક છે કે પ્રબળ હશે.