રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ભારતીય શેર બજાર ઉપર ભારે અસર
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને પગલે એક અઠવાડિયયાથી શેર બજારમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સેંસેક્સ અને નિફ્ટી સહિત દુનિયાભરના શેર બજારો માં યુદ્ધના સંકટને પગલે તુટ્યાં છે. બીએસઈ સેંસેક્સ 18મી ફેબ્રુઆરીએ 57832.97 અંક ઉપર બંધ રહ્યું હતું. સેંસેક્સ 25મી ફેબ્રુઆરીએ 55,858.52 અંકના સ્તર ઉપર બંધ રહ્યું હતું. પાંચ સત્રમાં કુલ 1974.45 અંક તુટ્યો હતો. આવી જ રીતે એનએસઈ નિફ્ટી આ સમયમાં 617.90 અંક તૂટીને 16658.40 અંક ઉપર બંધ રહ્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનેક રીતે અર્થતંત્ર ઉપર જોવા મળશે. યુદ્ધને પગલે ક્રુડ ઓઈલની કિંમત ગુરુવારે 105 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે. ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલા વધારાને પગલે ભારત સહિતના દેશોમાં મોંઘવારી વધવાની શક્યતા જોવા મળી રહી છે. નિફ્ટી ઈન્ડેક્સની 46 કંપનીઓ એક સપ્તાહથી લાલ નિશાન ઉપર જોવા મળ્યાં છે. ભારત પેટ્રોલીયમનો શેર આ અઠવાડિયામાં 9.92 ટકા તુટ્યો છે. આ ઉપરાંત યુપીએલ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરંસ, હીરો મોટોકોપ, ટાટા કન્સલ્ટેન્સી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ટાટા મોટર અને ભારતીય સ્ટેટ બેંકનો શેર છ ટકા જેટલો તુટ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવને પગલે છેલ્લા કેટલાક દિવસથી ભારતીય શેર બજાર ઉપર તેની અસર જોવા મળી હતી. તેમજ રોકાણકારોના લાખો રૂપિયાનું ધોવાણ થયું છે.