Site icon Revoi.in

ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમમાં જળસપાટી વધીને 613.69 ફુટે પહોંચી

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ગણાતો ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. અને તેની જળસપાટી 613.69 ફુટને વટાવી ગઈ છે. ડેમમાં જળસંગ્રહ વોર્નિંગ સ્ટેજ 621 ફૂટની સપાટીએ પહોંચતા જ સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઇ નદીકાંઠાના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવધ કરાયા છે.

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમમાં નવા નીર અવવાને કારણે ડેમ 613.69 ફૂટની સપાટી વટાવી ગયો છે. .હાલમાં ડેમમાં 4028 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે.ત્યારે પાછલા એક અઠવાડિયા દરમિયાન ધરોઈ ડેમની જળ સપાટી નવા નીરના કારણે વધી રહી છે. ધરોઇ ડેમ હાલ 70 ટકા ભરાયો છે. અને પાણીની આવક સતત વધી રહી છે. ડેમમાં જળસંગ્રહ વોર્નિંગ સ્ટેજે પહોંચતાં 621 ફૂટની સપાટી થતાં સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઇ નદીકાંઠાના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવધ કરાયા છે.

સાબરમતી જળાશય યોજના આધારિત ધરોઇ ડેમમાં પાણીનો જથ્થો 70 ટકા થતાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદના જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને વોર્નિંગ સ્ટેજની જાણ કાર્યપાલક ઇજનેર દ્વારા કરાઇ છે. હાલ ધરોઇ ડેમમાં 613.69 ફૂટ એટલે કે 187.055 મીટર સપાટી લેવલે પાણી ભરાયું છે. હવે 621 ફૂટ એટલે કે 189.281 મીટર સુધી આવશે ત્યારે ડેમમાં પાણીની આવકને ધ્યાને લઇ જરૂર જણાયે સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવના છે. ચાલુ મહિને સાબરમતી જળાશય યોજનાના સ્ત્રાવક્ષેત્રમાં સારો વરસાદ થાય અને ધરોઇ ડેમમાં જળસ્તર 621 ફૂટની સપાટીએ પહોંચે ત્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. જેથી નદીના પટ વિસ્તારમાં નહીં જવા અને નદીથી દૂર રહેવા નદીકાંઠાના ગામોના લોકોને જણાવાયું છે.