Site icon Revoi.in

હથનુર ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા ઉકાઈ ડેમની જળ સપાટી 305,47 ફુટે પહોંચી

Social Share

સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદ વરસતા હથનુર ડેમમાંથી 2 હજાર ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી 305.39 ફૂટ હતી. ત્યાર ફરીવાર પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી વધીને 305.47 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

તાપી નદી પરના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ઉકાઈથી લઈને ટેસ્કા સુધીના 52 રેઇનગેજ સ્ટેશનમાં સરેરાશ 3.96 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી હથનૂર ડેમમાં પાણી આવક વધતા ડેમના દરવાજા ખોલીને 2 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. તેથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમમાં. 800 ક્યુસેક ઇનફ્લો આવતા સપાટી 305.39 ફુટ નોંધાઈ હતી. ત્યારબાદ સતત ધીમી ધીમી પાણીની આવક ચાલુ રહેતા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈને 305.47 ફૂટ થઈ હતી. હાલ 6400 ક્યુસેક ઇનફ્લો નોંધાયો છે. પાણીની આવકના કારણે ઉકાઈ ડેમના સતાધિશો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે.

​​​​​સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉકાઈ ડેમમાં ગત વર્ષે 29 જૂનના રોજ નવા પાણીની આવક આવી હતી. તે વખતે ઉકાઈ ડેમની સપાટી 308.28 ફૂટ નોંધાઈ હતી. આ વખતે ઉકાઈ ડેમમાં બે દિવસ વહેલું 27મી જૂને પાણીની આવક શરૂ થઈ છે. અને સપાટી ગત વર્ષ કરતા ત્રણ ફૂટ ઓછી નોંધાઈ છે અને આગામી 1 જુલાઈ સુધીમાં ઉકાઈ ડેમનું 321 ફૂટથી રૂલ લેવલ શરૂ થશે. ઉકાઈ ડેમની ગ્રોસ કેપેસિટી- 7414.29 મિલીયન ક્યુબિક મીટર છે. જ્યારે લાઈવ સ્ટોરેજ- 6729.90 મિલીયન ક્યુબિક મીટર છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી- 345 ફૂટ છે. (file photo)