Site icon Revoi.in

ગુજરાતના 50 ટકા ગામના લોકોની તરસ છીપાવે છે નર્મદાનું પાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ખેડૂતોની સાથે જનતાની પાણીની તરસને પણ છીપાવે છે. રાજ્યમાં 50 ટકાથી વધારે ગામોને નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવે છે. નવ સે જલ યોજના હેઠળ અત્યારે રાજ્યમાં 17843 પૈકી 9360 ગામને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે 797 ગામ કુવાના પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના મારફતે સૌથી વધુ કચ્છના 877 ગામને પાણી પુરુ પાડવામાં આવે છે. ઉનાળામાં ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સામે આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સારો વરસાદ વરસે છે. જેથી જળાશયોમાં નવા પાણીની આવક થાય છે. તેમજ જમીનમાં પાણીના સ્તર પણ વધે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે. તમામ લોકોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી રાજ્યના મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો છે. રાજ્યના રાજ્યના આદિવાસી વિસ્તારમાં હેન્ડપમ્પથી પાણી પીતા ગામોની સંખ્યા ઘટીને 394 થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં પાઇપલાઇનથી પાણી આપવામાં આવે છે. નર્મદા સિવાયના જળસ્ત્રોતની જૂથ યોજના હેઠળ રાજ્યમાં 4039 ગામડાને પાણી મળે છે. મીની પાઇપલાઇન યોજના મારફતે કુલ 562 ગામડા પાણી મેળવી રહ્યાં છે.

રાજ્યમાં વ્યક્તિગત યોજના હેઠળ પાઇપલાઇનથી પાણી મેળવતા ગામડાની સંખ્યા 2691 છે. જૂથ યોજના હેઠળ કુલ 13399 ગામડાઓને પાણી મળી રહ્યું છે. ગુજરાતમાં પ્રજાને નર્મદાનું પાણી પીવા ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પણ પુરુ પાડવામાં આવે છે. જેથી ખેત ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે.