આ તળાવનું પાણી ક્રિસ્ટલ જેવું સ્વચ્છ, આખું ગામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતું નથી
શુ તમે પાણીનાં તરતી નાવ દેખી છે? તમે તસ્વીરોમાં ઘણી વાર જોઈ હશે, ખાસ વાત એ છે કે આ દેશની તસ્વીર છે વિદેશની નહીં. આ જગ્યા ભારતના ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં આવેલી છે. આ જગ્યા મેઘાલયના મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું છે. ઉનાળાની સીઝન આવી ગઈ છે અને ઘણા લોકો સુંદર જગ્યાઓ શોધી રહ્યા છે.
ખુબ ઓછા લોકોને આ જગ્યા વિશે જાણે છે. જેના વિશે વાત કરવાના છીએ. ડોકી તળાવ જે ઉમંગોટ નદી પણ કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં પ્રવાસ માટે એક શાનદાર સ્થાન છે. ડોકી તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. આ તળાવ લીલા ટેકરીઓથી ઘેરાયેલું છે અને તેનું પાણી ક્રિસ્ટલ ક્સિયર છે.
તળાવના કિનારે વાંસના ઝાડ અને રંગીન ફૂલો આ જગ્યાને વધારે સુંદર બનાવે છે. ડોકી તળાવ માવલીનોંગ ગામની બાજુમાં આવેલ છે, 2003માં એશિયાના સૌથી સ્વચ્છ ગામનો ખિતાબ મળ્યો હતો. ગામના લોકો સ્વચ્છતા પ્રત્યે ખૂબ જાગૃત છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી.
આ સ્થાન ડોકી ગામમાં છે, જ્યા ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પણ છે. ડોકી તળાવ સુધી પહોંચવા માટે સૌથી સરળ શિલાંગથી ટેક્સી છે. શિલોંગથી ડોકી તળાવની દૂરી લગભગ 80 કિલોમીટર છે. ડોકી તળાવમાં તમે બોટિંગનો આનંદ માણી શકો છો, તળાવ કિનારે સૈર કરવા જઈ શકો છો અથવા પહાડોની મજા માણી શકો છો.