અહીં હોળી મનાવવાની રીત કઈક જુદીજ છે, તમને પણ જાણી ને લાગશે નવાઈ
- અલગ અલગ જગ્યાએ હોળી અલગ રીતે મનાવાઈ છે
- અહી જમાઈને ગધેડા પર બેસીને ગામમાં ફેરવવામાં આવે છે
હવે હોળી ઘૂળેટીને એક મહિનાનો જ સમય બાકી રહ્યો છે,આ તહેવાર દેશભરમાં ઉત્સાહથી મનાવવામાં આવે છે,ખુશીનો તહેવાર રંગોથી ભરેલો હોય છે,એક બીજાને રંગ લગાવવાની પરંપરા તો સૌ કોઈ જાણે છે હોળીની રાત્રે હોળીકા દહન કરવાની પરંપરા પણ જાણીતી છે,જો કે કેટલાક રાજ્યમાં હોળીના દિવસને કંઈક જૂદી રીતે પણ ઉજવવામાં આવે છે આજે એવી જ કંઈક વાત કરીશું કે જેમાં હોળી પર જમાઈને ગધેડા પર ફેરવવામાં આવ છે.
છે ને નવાઈની વાત તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે જ તો ચાલો જાણીએ આ બાબત વિશે, આ વાત છે મહારાષ્ટ્રના બીડ જીલ્લાની જ્યાં હોળી મનાવવાની કઈક જૂદી જ રીત જોવા મળે છે જે જાણીને આપણા સૌ કોઈને નવાઈ લાગશે,
મહારાષ્ટ્રના બીડ જીલ્લાના એક ગામમાં જમાઈને ગધેડાનીસવારી કરાવામાં આવે છે. હોળીના દિવસે પોતાના નવા જમાઈને ઘરે બોલાવે છે. અહી આ નવા નવા પરણેલા જમાઈઓને ગઘેડા પર બેસાડીને ફેરવવામાં આવે છે.
આ પરંપરા હોળીના દિવસે સૌથી નવા જમાઈ સાથે કરવામાં આવે છે અને હોળીના દિવસે જમાઈને ગધેડા પર બેસાડીને રંગ લગાવામાં આવે છે, સા આવે80 વર્ષ પહેલાં બીડ જિલ્લાના કેજ તાલુકામાં આવેલા વિડા યેવતા ગામમાં એક દેશમુખ પરિવારના જમાઈએ હોળી રંગવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેના સસરાએ તેને રંગથી રંગવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ફૂલોથી શણગારેલ ગધેડો મંગાવ્યો, જમાઈને તેના પર સવારી કરાવી ત્યારથી અહી આ રીતે હોળીનો દિવસ મનાવવામાં આને છે.