- દિલ્હી સહીત ગરમીનો પારો 40 ને પાર પહોચ્યો
- હવામાન વિભાગે ગરમીથી બચવાની ચેતવણી આપી
દિલ્હીઃ- દેશભરમાં ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દેશની રાજધાનિ દિલ્હીમાં સતત ગરમીનો પારો વધતો જઈ રહ્યો છએ,દિલ્હી વાસીઓ તથા આસપાસના વિસ્તારના લોકો ગરમીથી ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી તીવ્ર સૂર્યપ્રકાશ દિલ્હીવાસીઓને ગરમીમાં તપાવશે.
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ધૂળવાળા વાતાવરણને કારણે સંવેદનશીલ લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર છે. ગરમીમાં વધારો થવાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરા થઈ શકે છે. લોકો માટે દિવસ દરમિયાન વધુ બહાર ન નીકળવું અને દિવસ દરમિયાન પાણી પીવું તે વધુ સારું રહેશે.
હવામાનશાસ્ત્રીઓના મતે આગામી 48 કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીથી લોકો પરેશાન થવા લાગ્યા છે. તે જ સમયે, આ દરમિયાન, હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે તાપમાનમાં ઝડપી વધારો બંને સ્તરો એટલે કે સવાર અને દિવસના મહત્તમ તાપમાનમાં સતત થઈ રહ્યો છે. વિભાગે શનિવારે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ વેધર પેટર્ન 18 એપ્રિલ સુધી રહેશે. જો કે 18-19 અને 20 એપ્રિલે ધૂળિયા પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના વિભાગે વ્યક્ત કરી છે. આ તાપમાનને વધુ અસર કરશે નહીં.
જાણકારી પ્રમાણે 15 એપ્રિલથી 19 એપ્રિલ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. બીજી તરફ સવારનું તાપમાન 21 ડિગ્રી અને દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની ધારણા છે.