- દિલ્હીના વાતાવરણમાં પલટો
- છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા
દિલ્હીઃ- દેશભરમાં એક તરફ ભારે ગરનીની શરુઆત થઈ ચૂકી છએ દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો વધ્યો છે ત્યારે બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં અચાનક વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે. આજે વહેલી સવારથી જ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જાણકારી પ્રમાણે દિલ્હીમાં આજે વાવાઝોડાની આગાહી વચ્ચે આજે દિલ્હી અને એનસીઆરમાં જોરદાર પવન અને ઝરમર વરસાદ થયો હતો. દિલ્હી-નોઈડા, ગાઝિયાબાદ અને હાપુડમાં અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે. ગાઝિયાબાદ અને હાપુડમાં પણ વહેલી સવારે હળવો વરસાદ નોંધાયો છે જેને લઈને વાતાવરણમાં ફરી એક વખત ઠંડક પ્રસરી રહી છે.
આજે વહેલી સવારથી જ વરસાદ અને પવન સાથે દિલ્તીહીની સવારની શરુઆત થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી-એનસીઆરની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આગામી 2 કલાક દરમિયાન દિલ્હી, NCR હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ કરનાલ, મેહમ, રોહતક, ભિવાની હરિયાણાના હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા ના કેટલાક સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.આ સાથે જ રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ ડિગ્રી 32 અને 14 ડિગ્રીની આસપાસ રહેશે.
દેશના આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી
આ સાથે જ પશ્ચિમ હિમાલય પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા સાથે અલગ-અલગ ભારે હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન સહિત દિલ્હી NCR અને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે.