Site icon Revoi.in

ગુજરાતમાં કારતક મહિનાના પ્રારંભે હવામાનમાં પલટો આવવાની શક્યતા

Social Share

અમદાવાદ: શિયાળાના આગમનને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કારતક મહિનાના પ્રારંભે  રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  અરબી સમુદ્રમાં કેરળ, તામિળનાડું નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ લો પ્રેશર બે દિવસ પછી સક્રિય બનતા રાજ્યના કેટલા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં હવાનું હળવું દબાણ સક્રિય રીતે આકાર પામી પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરી શકે છે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ આવી એક સિસ્ટમથી અસરથી પૂર્વીય પ્રદેશોમાં પણ વરસાદી માહોલ સર્જાશે. તો આ તરફ કેરળ, તામિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર સુધી અરબી સમુદ્રમાં સર્જાનારા હવાના હળવા દબાણથી વરસાદી માહોલ એટલે કે ક્યાંક કમોસમી વરસાદ થશે. ગુજરાતમાં ભાઈબીજ પછી દિવસે ગરમીમાં થોડો વધારો થવાની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું વિદાય લેવાની સાથે જ હિમાલયના પ્રદેશોમાં થયેલી હિમવર્ષાના કારણે છેક પશ્ચિમ ભારત સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જો કે, કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક ઠંડીનું પ્રમાણ થોડુક ઘટ્યું છે. અમદાવાદમાં બુધવારે વહેલી સવારે 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દિવસનું તાપમાન 35.5 ડિગ્રી સુદી પહોંચી ગયું હતું.