- રાજ્યમાં ઠંડીની શરૂઆત
- સવારે અને રાતે પારો થાય છે ડાઉન
- બે-બે ઋતુનો લોકોને અનુભવ
રાજકોટ : રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.ત્યારે શિયાળાની ઋતુનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે.વહેલી સવારે અને મોડીરાત્રીના ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.જેને કારણે પંખા ધીમા ફરવા લાગ્યા છે.જ્યારે બપોર વચ્ચે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ, મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
મિશ્ર વાતાવરણથી શરદી ,ઉધરસના કેસો વધવા લાગ્યા છે.હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ,હાલ થોડા દિવસ આવું જ વાતાવરણ રહેશે. જો કે વિશ્વના કેટલાક દેશમાં તો બરફ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ભારતમાં આ વખતે ઠંડી વધારે પડી શકે તેવો જાણકારો દ્વારા અંદાજ પણ લગાવવામાં આવ્યો છે.
હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે કારતક, માગશર, પોષ અને મહા એમ વર્ષના ચાર મહિના શિયાળાની ઋતુ હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. શિયાળાની બે પેટા ઋતુઓ છે, પાનખર અને વસંત. આ સમય દરમિયાન કેટલાક તહેવારો આવે છે જેવા કે, નાતાલ, ચીની લોકોનું નવું વર્ષ, નવા વર્ષની પૂર્વ સંધ્યા વગેરે.