દુનિયાની અજીબોગરીબ સજાઓ,જેના વિશે જાણીને તમને પણ આવી શકે છે હસવું
- દુનિયાની અજીબોગરીબ સજાઓ
- જેના વિશે જાણીને જ ચોંકી જશો
- કેટલીક સજાઓ હસવું આવે એવી
દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જ્યાં ગુનેગારોને કોઈપણ પ્રકારના ગુના માટે સજા ન આપવામાં આવી હોય. કોઈ ને કોઈ સજા તો મળે છે. જો ગુનો મોટો હોય તો તે મુજબની સજા મળે છે અને જો ગુનો નાનો હોય તો કાયદો ગુનેગારોને તે મુજબ જ સજા આપે છે. પરંતુ આજે અમે તમને દુનિયાની કેટલીક અજીબોગરીબ સજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો અને કેટલીક સજાઓ વિશે જાણીને તમને હસવું પણ આવશે. આવો જાણીએ તેના વિશે…
ભારત સહિત ઘણા દેશોમાં હરણનો શિકાર કરવો ગુનો છે. આ માટે સખત સજા છે, પરંતુ અમેરિકામાં સેંકડો હરણનો શિકાર કરવા બદલ એક વ્યક્તિને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી છે અને સાથે જ ગુનેગારને એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેને મહિનામાં ઓછામાં ઓછું એક વખત ડિઝનીનું બામ્બી કાર્ટૂન પણ જોવું પડશે.
સ્પેનની એક અદાલતે 25 વર્ષના એક યુવકને એવી વિચિત્ર સજા સંભળાવી છે કે, તેણે પોતાના પગ પર ઊભા રહેવું પડશે અને 30 દિવસમાં તેના માતા-પિતાનું ઘર છોડવું પડશે.મામલો કોર્ટમાં ગયો જ્યારે તેના માતાપિતાએ તે યુવકને પોકેટ મની આપવાનું બંધ કરી દીધું હતું.
શ્રીલંકામાં પણ કોર્ટે એક યુવકને ખૂબ જ વિચિત્ર સજા સંભળાવી હતી.ખરેખર, યુવકે બાળકોનો ઝૂલો ચોર્યો હતો, આ ગુના માટે કોર્ટે તેને મોટા ઝૂલામાં 200 રાઉન્ડ ઝૂલવાની સજા સંભળાવી હતી.
થોડા વર્ષો પહેલા અમેરિકાની એક અદાલતે બે છોકરાઓને નાતાલના દિવસે ચર્ચમાંથી ઈસુ ખ્રિસ્તની પ્રતિમાની ચોરી કરવા બદલ તેમના જ વતનમાં ગધેડા સાથે કૂચ કરવાની સજા ફટકારી હતી. આ સાથે તેને 45 દિવસ જેલમાં રહેવાની સજા પણ ફટકારવામાં આવી હતી.