Site icon Revoi.in

કચ્છનું સફેદ રણ કૂદરતી રીતે બ્લેક બનતું જાય છે, કાળી માટીનો પથરાવ થતાં તપાસના આદેશ

Social Share

ભૂજઃ કચ્છમાં ઘોરડોનું સફેદ રણ પ્રવાસી સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત બન્યુ છે. સફેદ રણનો નજારો માણવા માટે દર વર્ષે  લાખો પ્રવાસીઓ આવતા હોય છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ધોરડો આસપાસ દરિયાઈ અને વરસાદી પાણી ભરેલા હોય છે, જેથી રણ નહીં પણ દરિયાનો આભાસ થાય છે પરંતુ આ વખતે ધોરડોમાં વોચટાવરથી માંડી આસપાસના વિસ્તારમાં પાણી નથી ભરાયા જેના કારણે નમક પાકયું નથી પરિણામે સફેદ રણ જાણે કાળી માટીથી પથરાઇ ગયું હોય તેવો આભાસ થાય છે. રણમાં સફેદને બદલે બ્લેક ધરા દેખાય રહી છે. આ કૂદરતી ફેરફારથી પ્રવાસનને ભવિષ્યમાં અસર પડે એવી શક્યતા છે.

કચ્છનું સફેદ રણ કાળું કેમ થયુ એ બાબતે કલેકટર દ્વારા તપાસ ટીમ રચવામાં આવી છે જેમાં ભુજ પ્રાંત અધિકારીની આગેવાનીમાં ક્ષાર અંકુશ વિભાગના ઈજનેર, સિંચાઈ વિભાગના ઈજનેર,DILR કચેરીના અધિકારી ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના હાઇડ્રોલોજી અને જિયોલોજી વિષયના નિષ્ણાંતને ઘટના સ્થળે જઈને સંયુક્ત તપાસ કરવા સૂચના અપાઇ છે. અધિકારીઓ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહ્યા છે. કાળી માટીના નમુના પણ મેળવાયા છે. રણમાં કાળી માટીની ચાદર લપેટાઈ ગઈ હોય એવો નજારો જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ધોરડો રણોત્સવ વિસ્તારમાં વરસાદી પાણી તથા સમુદ્રી પાણીની ભરતીથી રણ સરોવર જોવા મળે છે.જેના બદલે હાલમાં રણોત્સવ વિસ્તારમાં કાળી માટી પથરાયેલી જણાઈ આવે છે. જેથી અધિકારીઓને સ્થળ પર જઈ સંયુક્ત તપાસ કરી વરસાદી પાણી અને દરિયાઈ પાણીના અભ્યાસ કરી તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

#WhiteDesertTurnedBlack #KutchWhiteDesert #GhoradoRann #TourismImpact #HydrologyStudy #GeologyExperts #DesertTransformation #KutchRannFestival #EnvironmentalChanges #RannOfKutch #NaturalPhenomenon #DesertResearch #RannTourism #KutchUpdates #BlackDesert #DesertWaterLevels #RannOfKutchUpdate #SeasonalChanges #KutchTravel #RannFestivalChallenges