Site icon Revoi.in

WHOએ આપી ચેતવણી,કહ્યું- હજુ મહામારી સમાપ્ત નથી થઇ

Social Share

દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સમગ્ર વિશ્વમાં કોરોનાની ઓછી ટેસ્ટીંગ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વાયરસ અને તેના પ્રકાર ઓમિક્રોન વિશે ત્રણ પ્રકારની ગેરસમજોની યાદી આપી છે.WHOના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે કહ્યું હતું કે,વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટ વિશે મોટી માત્રામાં ખોટી માહિતી ફેલાઈ રહી છે,જે મૂંઝવણ પેદા કરી રહી છે. આ ખોટી માહિતી છે કે ઓમિક્રોન એક હળવો ચેપ છે. આ કોરોનાવાયરસનો છેલ્લો વેરિયન્ટ છે અને મહામારી હવે સમાપ્ત થઈ ગઈ છે.

કેરખોવે કહ્યું, “આ વિશે ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, ઓમિક્રોન માત્ર એક હળવો ચેપ છે. આ કોરોના વાયરસનું છેલ્લું વેરિયન્ટ છે, આ પછી કોઈ નવા વેરિયન્ટની એન્ટ્રીનો અવકાશ નથી.એવી પણ મૂંઝવણ છે કે,કોરોના મહામારી હવે સમાપ્ત થઈ ગઇ છે. આપણે આ બધી ખોટી માહિતીનો સામનો કરવો પડશે. તે વાસ્તવમાં લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યું છે.જેના કારણે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું ટાળી રહ્યા છે. કારણ કે તેમને લાગે છે કે હવે કોઈ વાયરસનો ખતરો નથી.

તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં કોરોનાના ટેસ્ટિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, ગયા અઠવાડિયે 11 મિલિયનથી વધુ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.આ સાથે કોવિડ-19 કેસમાં પણ 8 ટકાનો વધારો જોવા મળ્યો છે.કેરખોવે એ પણ કહ્યું કે,ઓમિક્રોનને ટ્રૅક કરવાની WHOની ક્ષમતામાં ઘટાડો થયો છે કારણ કે કોરોના ટેસ્ટીંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.’છેલ્લા 30 દિવસમાં આપવામાં આવેલા 99.9 ટકા સિક્વન્સ ઓમિક્રોનના છે.જેમાંથી 75 ટકા BA.2 અને 25 ટકા BA.1 છે. આ બધા ચિંતાના પ્રકારો છે. જોકે, ઓમિક્રોનને ટ્રેક કરવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે વિશ્વભરમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો થયો છે. તમે એવા લોકોને ટ્રૅક કરી શકતા નથી જેમનું પરીક્ષણ કરવામાં આવ્યું નથી.

કેરખોવે કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવાની અપીલ કરી.અમને COVID માટે ખૂબ જ મજબૂત વિશ્વવ્યાપી સર્વેલન્સ સિસ્ટમની જરૂર છે. તે જ સમયે,કોરોના રસીકરણના ફાયદાઓનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, ‘ઓમિક્રોન સહિત અન્ય ગંભીર સંક્રમણ અને મૃત્યુને ટાળવા માટે રસી અસરકારક છે. ‘જ્યારે આપણે વિશ્વભરના દેશોમાં મૃત્યુને જોઈએ છીએ, ત્યારે મૃત્યુ મુખ્યત્વે એવા લોકોને થાય છે જેમણે રસી નથી લીધી અથવા જેમણે માત્ર એક જ ડોઝ લીધો છે. તેથી લોકોને કોરોનાની રસી મળે તે જરૂરી છે.