Site icon Revoi.in

‘ બ્રિટનમાં મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ પ્રારંભિક તપાસમાં ઓમિક્રોન કરતા 10 ટકા વધુ ચેપી’ -WHO

Social Share

દિલ્હીઃ-જ્યાં એક તરફ ભારતમાં કોરોનાના કેસો તદ્દન ઓછા થઈ રહ્યા છે જ્યારે બીજી તરફ ચીનમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છએ, તો બ્રિટનમાં વિતેલા દિવસે કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટી થઈ છે, ત્યારે હવે ડબલ્યૂએચઓ એ આ વેરિએન્ટને લઈને  નિવેદન આપ્યું છે,તેના જોખમ વિશેની માહિતી આપી છે.

યુકે હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે XE પ્રથમ વખત 19 જાન્યુઆરીએ શોધી કાઢવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં વેરિઅન્ટના 637 કેસ નોંધાયા છે. દરમિયાન, ઓમિક્રોનનું BA.2 સબ-વેરિયન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. યુએસ અને ચીનમાં BA.2 વેરિઅન્ટના કેસમાં વધારો થયો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેના નવીનતમ અહેવાલમાં માહિતી આપી છે કે યુકેમાં કોવિડ-19નું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. એ પણ કહ્યું કે XE નામનું આ નવું વેરિઅન્ટ કોરોનાના કોઈપણ પ્રકાર કરતાં વધુ ચેપી હોઈ શકે છે. XE એ BA’1 અને BA.2 ઓમિક્રોનનું ‘રિકોમ્બિનન્ટ’ પરિવર્તન છે. જ્યારે દર્દી કોરોનાના વિવિધ પ્રકારોથી સંક્રમિત થાય છે ત્યારે ‘રીકોમ્બિનન્ટ’ મ્યુટેશન થાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે નવું વેરિઅન્ટ XE ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી છે. WHOએ કહ્યું, ‘પ્રારંભિક અનુમાન BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી હોવાનું દર્શાવે છે. જો કે, આને વધુ પુષ્ટિની જરૂર છે.