Site icon Revoi.in

રશિયાની વેક્સિન પર સમગ્ર દુનિયાની નજર- કોરોના વેક્સિનને મળવાને હવે માત્ર બે દિવસ બાકી

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાના સંક્રમણનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે, કોરોનાના સંક્રમણને અટકાવવાના સતત પ્રયત્નો વચ્ચે હાલ અનેક દેશો વેક્સિન બનાવવાની દીશામાં આગળ વધી રહ્યા છે ,ત્યારે હાલ તો દેશ તથા દુનિયાની નજર રશિયાની વેક્સિન પર  જોવા મળી રહી છે,વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ રજુ કરેલા રિપોર્ટ મુજબ દુનિયાભરમાં આજની તારીખમાં 21થી પણ વધુ કોરોનાની વેક્સિનનું ક્લિનીકલ ટ્રાયલ શરુ જ છે. ત્યારે કોરોના વેક્સિનને વિકસિત કરવાની બાબતે રશિયાનું સ્થાન સૌથી મોખરે રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે રશિયા હવે માત્ર બે દિવસમાં જ અટલે કે 12 ઓગસ્ટના રોજ કોરોનાની વેક્સિનનું રજીસ્ટ્રેશન કરાવી લેશે.આ સમગ્ર બાબતે રશિયાના વૈજ્ઞાનિકો તથા અને ડોક્ટર્સ અને નિષ્ણાંતોએ કરેલા દાવા મુજબ, તેમના દ્વારા કરવામાં આવેલ રશિયાની આ વેક્સિન વિશ્વ સ્તરે કોરોનાની પ્રથમ વેક્સિન સાબિત થશે.

ઉલ્લેખનીય છે, કે આ વેક્સિન રશિયામાં ગમલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ મારફત તૈયાર કરવામાં આવી છે, વેક્સિન વિકસિત કરવાનું તમામ કાર્ય તેના થકી થઈ રહ્યું છે, રશિયાની આ સંસ્થા રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયને આધીન પણ છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ આ સમગ્ર બાબતે કહ્યું હતું કે, જો કોરોનાની આ વેક્સિનનો છેલ્લો તબક્કો હ્યુમન ટ્રાયલમાં સફળ રહેશે તો ઓક્ટોબર મહીના સુધીમાં દેશના લોકોને વેક્સિન આપવામાં આવશે.

આ સાથે જ ગમલેયા નેશનલ રિસર્ચ સેન્ટરના આગેવાન એવા એલેક્ઝાંડેર ગિંટ્સબર્ગેના કહ્યા મુજબ,કોરોનાની આ વેક્સિન એડેનો વાયરસના આધારને લઈને બનાવાઈ છે, આ વેક્સિન માનવને નુકસાન નહી પહોંચડાશે,આ સાથે જ પરિક્ષણ દરમિયાન આ વેક્સિન આપ્યા બાદ અનેક લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વ્યાપ થયો છે,આ રસી અનેક રોગો માટે પણ અસરકારક હતી જ,જેના થકી હવે આ વેક્સિન સફળ સાબિત થશે જ અને કોરોના સામે માત આપવામાં સક્ષમ રહેશે.આ રસીનું પરિક્ષણ સંસ્થાના ડોયરેક્ટ એલેક્ઝાંડેર ગિંટ્સબર્ગે પોતે પોતાના પર પણ કર્યું છેે.

જો કે,આ રસી આપવાથી સામાન્ય તાવ આવવાના લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ તે મોટી વાત નથી તેમના કહેવા પ્રમાણે આ તાવ પેરાસિટોમોલ જેવી દવાથી દુર કરી શકાશે પરંતુ રસીથી રોગપ્રતિકારક શક્તિ વધે તે વાત મહત્વની છે જે રસીમાં જોવા મળી છે.

આ બાબતે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ આ પહેલા જણાવ્યું હતું કે, આ વેક્સિન સૌ પ્રથમ કોરોનાની લડતમાં જેઓ મહત્વનો ભીગ ભજવી રહ્યા છે તેવા લોકોને આપવામાં આવશે, અર્થાત ડોક્ટર્સ ,નર્સ,વૈજ્ઞાનિકો કે નિષ્ણાંતોને પ્રથમ પારીમાં આ વેક્સિનનું વિતરણ કરવામાં આવી શકે છે.

સાહીન-