Site icon Revoi.in

સમગ્ર વિશ્વ દેખશે  ભારતની તાકાતઃ હવે દેશની ત્રણેય સેના એક સાથે કરી શકશે અભ્યાસ

Social Share

 

દિલ્હીઃ- કેન્દ્ર દ્વારા દેશની ત્રણેય સેનાઓને મજબૂત બનાવાની દિશામાં ઘણા સફળ પ્રયત્નો કરાયા છે જે અતંર્ગત આત્મનિર્ભર ભારત અભિયાન થકી અનેક યંત્રો હથિયારો દેશમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે દેશની ત્રણેય સેનાઓ એક સાથે મળીને સંયુક્ત તાલીમ લઈ શકશે તેવી તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે આ સંયુક્ત તાલિમ સેનાઓની ક્ષમતામાં વધારો કરશે અને પરસ્પર સંકલન સુધારવામાં પણ મોટી મદદ કરશે. આર્થિક સંસાધનોની પણ બચતથવાની શક્યતાઓ રહેલી છે. લશ્કરી બાબતોના વિભાગ દ્વારા આ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેની તૈયારીમાં બે વરિષ્ઠ અધિકારીઓ રોકાયેલા છે.

સરકારી સૂત્રો  જણાવ્યું હતું કે થિયેટર કમાન્ડની રચનાની પ્રક્રિયાના ભાગરૂપે સંયુક્ત તાલીમ અંગે વિસ્તૃત અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. હવે તેના અમલીકરણ માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. થિયેટર કમાન્ડની રચના બાદ ત્રણેય સેનાઓના સંયુક્ત ઓપરેશન શરૂ થશે જેના માટે આ પ્રકારની તાલીમ જરૂરી છે. આ તાલીમ અધિકારી અને જવાન બંને માટે હશે.

હાલમાં, આર્મી અને એરફોર્સ પાસે તેમના પોત પોતાની તાલીમ કમાન છે. જ્યારે નૌકાદળ પાસે તાલીમ કમાન નથી, આ કાર્ય દક્ષિણ નેવલ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્રણ સેવાઓની તાલીમ અલગ  અલગ છે અને શસ્ત્રો, સંરક્ષણ સાધનોના સંચાલનના ધોરણો પણ અલગ જોવા મળે છે. એરફોર્સ અને આર્મી પાસે પણ સમાન શરતો હેઠળ એક જ પ્રકારના વિમાનો ચલાવવા માટે અલગ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં ત્રણેય સેવાઓનો સંયુક્ત તાલીમ આદેશ રચાઈ શકે છે. જો કે, કેટલાક જાણકાર સૂત્રો કહે છે કે સંયુક્ત તાલીમ કમાન્ડ બનાવવાનો વિચાર અગાઉનો વિચાર હતો. હવે આના પર આગળ વધવાને બદલે, થિયેટર કમાન્ડમાં જ સંયુક્ત તાલીમની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.