Site icon Revoi.in

ચંદ્ર પર ચંદ્રયાન-3 નું આજે સોફ્ટ લેન્ડિંગ નિહાળશે સમગ્ર વિશ્વ, દેશભરમાં ઉત્સાહનો માહોલ ,આતુરતાથી જોવાઈ રહી છે રાહ

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં આજરોજ ઉત્સાહ અને પ્રાર્થનાનો માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્ર પર ચંદ્રયાન 3 ના સોફ્ટ લેન્ડિંગને લઈને સૌ કોી ઉત્સાહિત છે દરેક લોકો તે સફળતાથી લેન્ડિંગ કરી જાય તેની પ્રાર્થનાઓ કરી રહ્યા છે, તો શાળાઓમાં કચેરીઓમાં આ પ્રસારણ લાઈવ દેખાડવાની તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે.

આજે ભારત માટે મહત્વનો દિવસ છે ભારત સહીત વિશ્વની નજર પણ આજે ભારત પર ટકેલી છે.ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3  આજે સાંજે 6 વાગ્યેને 40 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરશે. એક તરફ જ્યાં રશિયાનું લુનાર મિશન લુના-25 ક્રેશ થયું છે ત્યાં હવે સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્ર મિશન પર  છે. ઈસરોના વૈજ્ઞાનિકો પણ ાતપરતાથી આ ક્ષની રાહ જોઈ રહ્યા છે.

ઈસરોએ આપેલી માહિતી અનુસાર ચંદ્રયાન-3 હવે ચંદ્રની ખૂબ નજીક છે. સાંજે 5.47 થી 6.44 સુધી ચાર તબક્કામાં ઉતરાણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ 17 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ  ગણવામાં આવી રહી છે, હવે સોફ્ટ લેન્ડિંગ થવાનું છે, તેથી વિક્રમ લેન્ડરની સ્પીડ પર નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ઈસરો તરફથી આદેશ મળ્યા બાદ વિક્રમ લેન્ડરને 25 કિલોમીટરની ઉંચાઈથી ધીમે ધીમે ચંદ્રની નજીક લાવવામાં આવશે. જ્યારે વિક્રમ જ્યાં ઉતરવાનો છે ત્યાંથી અંતર લગભગ 750 કિમી હશે, તે સમયે તેની ઝડપ 1.68 કિમી પ્રતિ સેકન્ડની આસપાસ હશે. એ જ રીતે, જેમ જેમ અંતર ઘટશે, ગતિ ઓછી થશે. લેન્ડિંગ પહેલા સ્પીડ 61 મીટર હશે.વિક્રમ ચંદ્રની સપાટીની તસવીરો કેપ્ચર કરશે અને હાલમાં ઉપલબ્ધ તસવીરોને મેચ કરવામાં આવશે. જ્યારે ઉંચાઈ 6 કિમીની નજીક હશે, ત્યારે સ્પીડ 336 મીટર પ્રતિ સેકન્ડ અને તે પછી સ્પીડ 59 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. 

જો કે બીજી એક મહત્વની  વાત એ પણ છે કે લેન્ડિંગના નિર્ધારિત સમયના બરાબર 2 કલાક પહેલા ચંદ્રયાન 3નું લેન્ડિંગ કે લેન્ડિંગ ન કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો ચંદ્રયાન 3, 23 ઓગસ્ટે લેન્ડ નહીં થાય તો તે 27 ઓગસ્ટે પણ ચંદ્ર પર લેન્ડ થઈ શકે છે.ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ સાથે, ભારત આવું કરનાર અને ચંદ્ર પર પોતાનો વિજય ધ્વજ લહેરાવનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. ચંદ્રયાન 3 મિશન 23 ઓગસ્ટની સાંજે ચંદ્રની સપાટી પર લેન્ડ થશે.