Site icon Revoi.in

સંસદના શિયાળુ સત્ર નિયત સમય કરતા એક દિવસ પહેલાં જ સમાપ્ત

Social Share

નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. શિયાળુ સત્રના નિર્ધારિત અંતના એક દિવસ પહેલા એટલે ગઈકાલે લોકસભા અને રાજ્યસભાની બેઠકો સ્થગિત કરવામાં આવી હતી.

જો કે, આ 4 ડિસેમ્બરે શરૂ થયેલું સંસદનું શિયાળુ સત્ર આજે 22 તારીખે સમાપ્ત થવાનું હતું. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમના સમાપન નિવેદનમાં કહ્યું કે ગૃહે 14 બેઠકમાં 18 મહત્વપૂર્ણ બિલ પસાર કર્યા. આ સમયગાળા દરમિયાન સંસદમાં 12 નવા બિલ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

સ્પીકરે કહ્યું કે લોકસભાની કાર્યવાહી 74% સફળ રહી છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમના સમાપન નિવેદનમાં જણાવ્યું હતું કે સત્ર દરમિયાન ગૃહમાં મહત્વપૂર્ણ કામકાજ થાય છે. તેમણે કહ્યું કે સત્ર દરમિયાન કુલ 17 બિલ પાસ થયા છે. જેમાં જમ્મુ અને કાશ્મીર, ચૂંટણી કમિશનરની નિમણૂક અને ત્રણ ફોજદારી કાયદા બિલનો સામેલ છે.