સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી થશે શરુ ,22 ડિસેમ્બર સુઘી આ સત્ર ચાલશે
દિલ્હી- સંસદના શિયાલું સત્રને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છેસંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિતેલા દિવસને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે
આ માહિતી મંત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ. ‘X’ પર એક પોસ્ટ દ્વારા આપી. જઆ સત્રમાં 19 દિવસ દરમિયાન 15 બેઠકો થશે. તેમણે કહ્યું, “અમૃત કાલની વચ્ચે, હું સત્ર દરમિયાન કાયદાકીય કામકાજ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક છું.”
આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે ‘પૈસા માટે પ્રશ્નો પૂછવા’ના આરોપો સંબંધિત મામલામાં લોકસભામાં અહેવાલ આ સત્ર દરમિયાન એથિક્સ કમિટીની પણ ગૃહમાં રજૂઆત કરવામાં આવશે. સમિતિએ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની ભલામણ કરી છે.
ગૃહ બાબતોની સ્થાયી સમિતિએ તાજેતરમાં ત્રણ ખરડા પર તેનો અહેવાલ અપનાવ્યો હતો. સંસદમાં પેન્ડિંગ અન્ય મુખ્ય બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે. આ બિલ દ્વારા સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો દરજ્જો કેબિનેટ સેક્રેટરીની બરાબરી પર લાવવા માંગે છે. હાલમાં તેઓ સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષ દરજ્જો ધરાવે છે.