અમદાવાદઃ સરકાર દ્વારા વિલુપ્તીને આરે પહોંચેલા વન્ય પ્રાણીઓને બચાવવા માટે સંવર્ધન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.જે અંતર્ગત જૂનાગઢના સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનમાં વરુની પ્રજાતિને બચાવવાનું બ્રીડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં અહીં વરુની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા વધીને આંકડો 39 ઉપર પહોંચ્યો છે.
બ્રીડીંગ સેન્ટર અંગે માહિતી આપતા સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડન રેન્જ ઓફિસર નીરવ કુમારે જણાવ્યું હતું કે, માદા વરુ વધુ પ્રમાણમાં શિકાર થતા હોવાથી તેમની સંખ્યા ખુબજ ઘટી ગઈ છે. 2014-15 ના વર્ષ થી શરુ થયેલા આ બ્રીડીંગ સેન્ટરના પ્રારંભે ફક્ત 2 માદા વરુ હતી ત્યારે મૈસુર પ્રાણી-સંગ્રહાલયમાંથી પ્રતાપ નામના નર વરુને લાવીને બ્રીડીંગ કરાવતા 5 વર્ષના સમય ગાળામાં અત્યારે સક્કરબાગમાં કુલ 39 જેટલા વરુની સંખ્યા થઇ ગઈ છે. જે એક મોટી સફળતા છે.
સક્કરબાગ ઝુલોજિકલ ગાર્ડનના ચીફ વેટરનરી ઓફિસર ડૉ. રિયાઝ કડીવારે માહિતી આપતા જણાવ્યું હતું કે,વેટરનરી અધિકારીની દેખરેખ અનુભવી સ્ટાફ દ્વારા 24 કલાક CCTV કેમેરાથી રાખવામાં આવી રહી છે