- મહિલાએ ઘટાડ્યો વજન
- 95 કિલો વજન ઘટાડ્યો
- 250 કિલોથી હતી પરેશાન
સમગ્ર વિશ્વમાં લોકો તેમના વધતા વજનને ઘટાડવા માટે કંઇક ને કંઇક કરતા હોય છે.તે દરેક પ્રકારના નુસ્ખા અપનાવે છે જેનાથી તેમનું વજન ઓછું થાય અને તેઓ ખૂબ જ સુંદર પણ લાગે, તેમાં જીમ, ડાયટ બધું જ સામેલ છે.ઘણા લોકોને તેનાથી બહુ ફરક પડતો નથી, તો ઘણા લોકોને પડે છે. આવા અનેક વિચિત્ર કિસ્સાઓ છે.એવામાં હવે એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક મહિલાએ પોતાનું 95 કિલો વજન ઘટાડ્યું છે.તો ચાલો જાણીએ કે,તે મહિલા માટે આ કેવી રીતે શક્ય બન્યું.
રિપોર્ટ્સ અનુસાર, 48 વર્ષની કૈથલીન વોટનનું વજન વધી રહ્યું હતું અને તેણે વજનને કંટ્રોલ કરવા માટે ઘણી રીતો અજમાવી, છતાં તેનું વજન ઓછું ન થયું.અને ચાલવામાં પણ તકલીફ થવા લાગી.બ્રિટનની રહેવાસી કૈથલીનનું વજન 254 કિલોગ્રામ હતું,તો તેને ઉઠવામાં,બેસવામાં અને ચાલવા-ફરવામાં પણ ઘણી પરેશાની થતી હતી.
વજન ઘટાડવા માટે બધું કર્યા પછી, એક દિવસ તેણે એવી આદત પાડી કે,જેણે તેનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું. કૈથલીન ત્રણ બાળકોની માતા પણ છે અને તેથી તેના વધેલા વજન સાથે જીવવું તેના માટે સરળ ન હતું.પથારીમાંથી બહાર નીકળવું, ચપ્પલ પહેરવું અને ઘરની બહાર નીકળવું જેવી તેની દિનચર્યામાં તેને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.પરિણામે, તેણે ફરવા માટે વોકરનો ઉપયોગ કરવો પડ્યો.
મહિલાને થોડું ચાલ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.એક સમય એવો આવ્યો જ્યારે તેણે વિચાર્યું કે,તે જલ્દી જ આ દુનિયા છોડી દેશે.તેને લિપોએડીમા નામની બીમારી છે, જેના કારણે હાથ અને પગ પર અસામાન્ય ચરબી છે.રિપોર્ટ અનુસાર કૈથલીનની હાલત જોઈને તેની બહેન સારાએ તેને આઉટડોર સ્વિમિંગ માટે જવાનું સૂચન કર્યું. શરૂઆતમાં, કૈથલીનને આ સૂચન થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ પછી તેણે સ્વિમિંગની આદત બનાવી અને તેને પસંદ કરવાનું શરૂ કર્યું.
દરરોજ સ્વિમિંગને કારણે તેનું વજન થોડા મહિનામાં જ ઓછું થવા લાગ્યું.તેણીને સ્વિમિંગ એટલુ ગમતું હતું કે,હવે તે દરરોજ પાણીમાં થોડો સમય વિતાવે છે.તેણે પોતાનું વજન 95 કિલો સુધી ઘટાડ્યું છે.હવે, તે તેના રોજિંદા કામ જાતે કરી શકે છે અને તેના જૂના કપડા ફરીથી પહેરી શકે છે