Site icon Revoi.in

દુનિયા પર આવી શકે છે મોટું સંકટ, વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો

Social Share

બ્રંહ્માંડમાં રોજ હજારો પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પણ તે પૃથ્વીથી કેટલાક પ્રકાશવર્ષ દૂર હોવાના કારણે અને ક્યારેક સૂર્યના  વધારે તેજના કારણે તેને નરી આંખે જોઈ શકાતી નથી. આવી ફરીવાર એક ઘટના બની છે જેને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે. અને તેમના કહેવા પ્રમાણે પૃથ્વી પર મોટી આફત પણ આવી શકે તેમ છે.

વાત એવી છે કે વિશ્વના 234 વૈજ્ઞાનિકોએ IPCCનો ક્લાઈમેટ રિપોર્ટ બનાવ્યો છે. તેમાંથી એક કોલંબિયાના વૈજ્ઞાનિક અને સંશોધક પાઓલા એરિયસ છે. જેમણે કહ્યું કે,વિશ્વમાં લોકોની જરુરિયાતો બદલાઇ રહી છે. તે પ્રમાણે પૃથ્વી પરનું વાતાવરણ પણ બદલાઇ રહ્યું છે. ગરમી અને પ્રદૂષણ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય અને જીવન પર પડી રહી છે. માનવજાતિ માટે હવે જીવન જીવવુ એક પડકાર બની ગયો છે. જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઇ રહ્યો છે તે પ્રમાણે વરસાદની પેટર્ન બદલાઇ રહી છે અને પાણીની અછત ઊભી થઇ રહી છે. ભવિષ્યના સમય આ સ્થિતિ સંકટ બની શકે તેમ છે.

પાઓલોએ જણાવ્યુ કે,સમુદ્રનું સ્તર પણ વધી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય નેતાઓ ગ્લોબલ વોર્મિંગ વિશે સક્રિય નથી.ખૂબ ધીમી ગતિએ કામગીરી થાય છે.આ ઝડપે પૃથ્વીને બચાવી શકાશે નહીં. કુદરતી આફતોને કારણે લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ તે પ્રમાણે પૃથ્વીને બચાવવા માટે મનુષ્ય પાસે વધુ સમય બચ્યો નથી.

પાઓલોની આ વાતમાં અન્ય વૈજ્ઞાનિકોએ પણ સહમતિનો સૂર પુર્યો છે. નેચર જર્નલે ગયા મહિને કરાયેલા 233 વૈજ્ઞાનિકોમાંથી 60 ટકાએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ કલાઇમેટ ચેન્જ વિશે વિચોરે છે ત્યારે તેઓ બેચેની, ઉદાસી અને તણાવ અનુભવે છે.