Site icon Revoi.in

ડબલ્યૂએચઓ એ કહ્યું , વેક્સિન આવ્યા બાદ પણ વર્ષ 2021મા હર્ડ ઇમ્યુનિટીની શક્યતાઓ નહિવત

Social Share

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોના વેક્સિનને લઈને અનેક ચર્ચાઓ એ જોર પક્ડયું છએ ત્યારે વેક્સિનને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા હતા જો કે વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે, અને ભારપતમામં તેને લેવા માટે લોકો ઉત્સુક પણ છે, છેવટે વેક્સિન જ કોરોનાનો કાટ છે.

વિશ્વભરના ઘણા દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયું છે અને ઘણા દેશોમાં થવાનું બાકી છે. આ સમગ્ર બાબત વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય નિષ્ણાંતોની કેટલીક વાતોએ લોકોને નિરાશ કર્યા છે,તેમણે વેક્સિનને લઈને એક ચેતવણી ઉચ્ચારી છે જે લોકોને વેક્સિન બાબતે વિચારવા પર મજબૂર કરે છે.

ડબલ્યૂએચઓના મુખ્ય વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે કોરોના રસીકરણ શરૂ થયા બાદ પણ આ વર્ષે હર્ડ ઇમ્યુનિટી વિકસિત થવાની સંભાવના નહી જોવા મળે. સોમવારેના રોજ એક મીડિયા બ્રીફિંગમાં ડો. સૌમ્યા સ્વામીનાથે આ બાબતે જણઆવ્યું હતું કે,નજીકના ભવિષ્યમાં ઘણા દેશોએ કોરોનાનો પ્રસાર રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય ઉપાયો પર નિર્ભર રહેવું પડશે. હાલના સમયમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયક અને નેધરલેન્ડ સહિત અન્ય દેશોએ પોતાના નાગરિકોને કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય હાથ ધર્યુ છે.

સ્વામીનાથને આ બાબતે વધુમાં કહ્યું કે, કોરોનાની વેક્સિન સંવેદનશીલ લોકોની રક્ષા કરવાનું શરૂ કરશે જો કે વર્ષ 2021માં આપણે હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરી શકશું નહીં, નિષ્ણાંતોના જાવ્યા પ્રમાણે હર્ડ ઇમ્યુનિટી માટે લગભગ 70 ટકા રસીકરણ દરની જરૂરીયાત હોય છે. તેનાથી કોઈપણ બીમારી વિરુદ્ધ સંપૂર્ણ વસ્તી સુરક્ષિત થાય છે. પરંતુ કોરોના ખુબ જ સંક્રિમત છે, આવી સ્થિતિમાં 70 ટકાથી ઈમિયૂનિટિ બનાવવાનું કાર્ય મુશ્કેલ છે.

સાહિન-