1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ના પ્રમુખએ આપી ચેતવણી
વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ના પ્રમુખએ આપી ચેતવણી

વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO ના પ્રમુખએ આપી ચેતવણી

0
Social Share
  • વિશ્વ આગળ આવનારી મહામારી માટે તૈયાર રહે – WHO
  • ઈતિહાસ ગવાહ છે અનેક મહામારી માટે
  • આવનારી મહામારી માટે વિશ્વએ વધુ તૈયાર રહેવું પડશેે

 

સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે, વિશ્વભરના દેશો પર કોરોનાની માઠી અસર વર્તાઈ રહી છે, સામાન્ય જનજીવન પહેલાની જેમ સામાન્ય જોવા મળી રહ્યું નથી તેવી પરિસ્થિતિ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એક મોટી ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વએ હવે આવનારી મહામારી માટે તૈયાર રહેવું જોઈએ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના પ્રમુખ ટેડ્રોસ એધનોમએ સોમવારના રોજ કહ્યું કે, વિશ્વએ આગળની મહામારી માટે ખાસ રીતે તૈયાર રહેવું જોઈએ તે સાથે જ તેમણે દેશો સાથે સાર્વજનિક સ્વાસ્થ્યમાં રોકાણ કરવા માટે આહવાન કર્યું છે

ચીનના વૂહાવ શહેરમાં વિતેલા વકર્ષની ડિસેમ્બરમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારથી લઈને આજ દિન સુધી સમગદ્ર વિશ્વામાં 2.7 કરોડ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં 8 લાખ 88 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે

WHO ના જેનેવા સ્થિત મુખ્યકાર્યાલયમાં એક ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન ટેડ્રોસ એ કહ્યું કે, આ છાલ્લી મહામારી નથી, ઈતિહાસ એ આપણાને શીખ આપી છે કે, કુદરતી પ્રકોપ અને મહામારી જીવનનું એક સત્ય છે, પરંતુ હવે આગલી મહામનારી આવશે તે માટે દુનિયાએ સજ્જ રહેવું જોઈએ, આ વખતની સરખામણીમાં બીજી વખત વધારે તૈયાર રહેવું પડશે

કોરોના લાંબો સમય સુધી રહી શકે છે

આ પહેલા ઓગસ્ટ મહિનાની શરુઆતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ કોરોના વાયરસને લઈને એક મોટૂ નિવેદન આપ્યું હતું, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવિડ 19ના 6 મહિનાના મુલ્યાંકન પર ઈમરજન્સી કમિટી સાથે કરેલી મુલાકાત બાદકહેવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ સાંબા સમય સુધી રહેશે.

WHO એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમિતિએ કોવિડ -19 મહામારીના લાંબા ગાળાની આગાહી કરી છે. કોરોના વાયરસના અસ્તિત્વમાં આવ્યાને સાત મહિનાનો સમય થઈ ચૂક્યો છે અને તે દરમિયાન સમિતિ દ્વારા કોરોના વાયરસના જોખમનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાર બેઠક કરવામાં આવી ચૂકી છે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code