નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મેંદીને લઈને WTOએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. હાલ દુનિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો સામનો કરી રહ્યું છે. દરમિયાન વિશ્વ વેપાર સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે વિવિધતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત આધારમાં ઘટાડો કરવાની જરૂર છે.
વિશ્વ વેપાર સંગઠન (WTO)એ આગામી વર્ષે વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મંદી આવવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઊર્જા અને ખાદ્ય કિંમતો તથા વ્યાજદરોમાં સતત વધારાને કારણે આયાતમાં ઘટાડો થવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. યુક્રેનમાં યુદ્ધના કારણે ઊભી થયેલ પરિસ્થિતિને કારણે આયાત અને માંગમાં ઘટાડો થવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
જિનિવા સ્થિત WTOના મહાનિદેશક ન્ગોજી ઓકોંજો ઈવેલાએ એક સંમેલનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023 માટે નકારાત્મક પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિશ્વ વેપાર સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે વિવિધતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત આધારમાં ઘટાડો કરવાની જરૂર છે.