નવી દિલ્હીઃ વિશ્વ આગામી વર્ષોમાં પીએમ ગતિ શક્તિના ઉદાહરણનું અનુકરણ કરશે. પીએમ ગતિ શક્તિ ગેમ ચેન્જર બની રહેશે, લોકો ઔદ્યોગિક એકમો સ્થાપવા માગે છે તેઓ પહેલનો ઉપયોગ કરે. તેમ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું. તેઓ કોચી ખાતે NICDC (નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ) દ્વારા આયોજિત રોકાણકારોની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ રોકાણકારોને ઉદ્યોગોની સ્થાપના માટે કેરળ રાજ્યના કુદરતી ફાયદાઓનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય વ્યાપારને સીમલેસ અને લોકો માટે પરવડે તેવા બનાવવાનો છે. વડાપ્રધાન આ વિઝન પર એકદમ સ્પષ્ટ છે. મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકાર સુશાસનનો સંદેશ ફેલાવી રહી છે.
કેરળ સરકારના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષમાં એક લાખ સાહસો સ્થાપવાનું લક્ષ્ય હતું. તેમણે કેન્દ્રીય મંત્રીને બેંગલુરુ-કોચી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરને તિરુવનંતપુરમ સુધી લંબાવવાની પણ વિનંતી કરી હતી. રાજેન્દ્ર રત્નૂ, જોઈન્ટ સેક્રેટરી, DPIIT, સંતોષ કોષી થોમસ, MD, KINFRA, સુમન બિલ્લા, અગ્ર સચિવ, કેરળ સરકાર, અભિષેક ચૌધરી, વાઇસ પ્રેસિડેન્ટ, NICDCએ પણ આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું.