Site icon Revoi.in

દુબઈમાં વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરાશે

Social Share

નવી દિલ્હીઃ દુબઈએ વિશ્વની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવા માટે વિશ્વ શિખર સમેલન 2024 માં કરારો પર હસ્તાક્ષર કર્યા છે. શહેરી પરિવહનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ કરારો દુબઈને શહેરમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી સેવા અને વર્ટીપોર્ટ નેટવર્કના વિસ્તરણમાં મદદ કરશે.

પાઇલટ સહિત ચાર મુસાફરો  ઉડાન ભરી શકે તેવી. બેટરી દ્વારા સંચાલિત એર ટેક્સીની મહત્તમ રેન્જ 161 કિલોમીટર છે. તેની  ઝડપ 321 કિલોમીટર પ્રતિ કલાક છે. એરટેક્સી નેટવર્ક 2026 માં કામગીરી શરૂ કરશે. શહેરી પરિવહન ઇકોસિસ્ટમને પુનઃવ્યાખ્યાયિત કરવાની દુબઈની શોધમાં આ પગલું એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે.