વિશ્વની પ્રથમ અને ભારતમાં જ વિકસીત કોરોના વિરોધી ભારત બાયોટેકની નેઝલ વેક્સિન 26 જાન્યુઆરીએ કરાશે લોંચ
- પ્રથમ સ્વદેશી નેઝલ વેક્સિન ઈનકોવેક
- 26 જાન્યુઆરી કરાશે લોન્ચ
- જે વિશ્વની પ્રથન નેઝલ વેક્સિન બનશે
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોના વિરોધી વેક્સિને મહત્વનો બાગ ભજવો છે જેને લઈને કોરોનામાં આપણે ઘણી રાહત મેળવી શક્યા છીએ ત્યારે હવે કોરોના વિરોધી અને નાક વટે અપાતી વેક્સિન ભારતમાં લોંચ થવાની તૈયારીમાં છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે રસીને કોરોના સામેનું સૌથી મહત્વપૂર્ણ હથિયાર વેકિસનને માનવામાં આવે છે. હવે ભારત બાયોટેક 26 જાન્યુઆરીથી દેશમાં વિકસિત પ્રથમ ઇન્ટ્રાનાસલ કોવિડ-19 રસી ‘ઇન્કોવેક’ લોકોને આપવાનું શરૂ કરશે.મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીખાતે આયોજિત IISF ના “વિજ્ઞાનમાં નવા ફ્રન્ટીયર્સ સાથે સામસામે” માં ભાગ લેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા ઇલાએ શનિવારે આ માહિતી આપી હતી.