દિલ્હીમાં 4 ઓગસ્ટના રોજ વિશ્વનો સૌથી મોટો તિરંગો બનશે – CM કેજરીવાલનું એલાન
- સીએમ કેજરિવાલનું એલાન
- દિલ્હીમાં વિશષ્વનો સૌથી મોટો તિરંગો બનશે
- 4 ઓગસ્ટના રોજ આ તિરંગો બનશે
દિલ્હીઃ- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજરોજ ગુરુવારે જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિશ્વના સૌથી મોટા ત્રિરંગાની રચના કરવા હજારો બાળકો એકસાથે આવશે. કેજરીવાલે આ વાત તેમણે એક પ્રેસકોન્ફોરન્સમાં કહી હતી.
જાણકારી પ્રમાણે મુખ્યમંત્રીએ આ કોન્ફોરન્સમાં કહ્યુ કે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. 4 ઓગસ્ટે હજારો બાળકો દિલ્હીમાં એકઠા થશે અને વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે.આ સાથે જ તમામ લોકોને રાષ્ટ્રને વધુ ઉંચાઈઓ પર લઈ જવા માટે એક સાથે આવવા વિનંતી કરી હતી.
આ સહીત તેમણે એ વાત પક શોક વ્યક્ત કર્યો કે છેલ્લા 75 વર્ષમાં ઘણા દેશોએ ભારતને પાછળ છોડી દીધું છે, જો કે દેશ પાસે તમામ કુદરતી સંસાધનો છે. ”ભારતીય સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બુદ્ધિશાળી છે. જો રાજકારણીઓ અને રાજકીય પક્ષો પર છોડી દેવામાં આવે તો દેશ પછાત રહી જશે.
તેમણે સંકલ્પ લેતા હક્યું કે ચાલો સંકલ્પ કરીએ કે આપણે 130 કરોડ લોકો ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવીશું. લોકો પૂછે છે, ‘શું ભારત વિશ્વનું નેતૃત્વ કરી શકે છે?’ ભારત વિશ્વમાં નંબર 1 કેમ ન બની શકે? ઉદ્યોગપતિઓ, વકીલો, કાર્યકારી વ્યાવસાયિકોએ બધા એ એક સાથે આવવું પડશે,” તેમણે વધુમાં કહ્યું કે તે દિવસે દરેક વ્યક્તિ પ્રતિજ્ઞા લેશે કે ભારત હવે નહીં અટકશે, ન તમામ 130 કરોડ ભારતીયો મળીને ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવશે.