- દુનિયાનો સૌથી લાંબો સ્કાય વોક
- અમરાવતીમાં બની રહ્યો છે સ્કાય વોક
- PM મોદીએ આપી નિર્માણની મંજૂરી
મુંબઈ:વિશ્વનો સૌથી લાંબો સ્કાયવોક મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બની રહ્યો છે.કાચનો બનેલો આ સ્કાય વોકના નિર્માણ માટે મોદી સરકારે મંજૂરી આપી દીધી છે.અમરાવતીના ચિખલદરા ખાતે બાંધવામાં આવનાર આ પ્રસ્તાવિત સ્કાયવોક વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ કાચનો સ્કાયવોક હશે.તે 407 મીટર લાંબો હશે.
હાલમાં વિશ્વનો સૌથી લાંબો સ્કાય વોક સ્વિત્ઝર્લેન્ડમાં છે.સ્વિત્ઝર્લેન્ડનો સ્કાય વોક 397 મીટર લાંબો છે અને ચીનનો સ્કાય વોક 360 મીટર લાંબો છે.થોડા સમય પહેલા અમરાવતીના સ્કાય વોકના નિર્માણની દરખાસ્તને લઈને સમસ્યાઓ સામે આવી હતી.તેના નિર્માણને લઈને કેન્દ્ર સરકારે રેડ સિગ્નલ આપી દીધું હતું. હવે એ રેડ સિગ્નલ ગ્રીન સિગ્નલમાં બદલાઈ ગયું છે. હવે કેન્દ્ર સરકારે આ સ્કાય વોક બનાવવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રની મંજૂરી બાદ હવે તેના નિર્માણની કામગીરીમાં ઝડપ આવશે. થોડા દિવસો પહેલા તેના નિર્માણને લગતી અડચણોને દૂર કરવા માટે પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને અમરાવતીના પાલક મંત્રી યશોમતી ઠાકુર વચ્ચે બેઠક પણ યોજાઈ હતી.કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે. યશોમતી ઠાકુરે ટ્વિટ કરીને મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થવા બદલ આદિત્ય ઠાકરેનો આભાર માન્યો છે. અન્ય એક ટ્વિટમાં તેમણે આ કાર્યમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલ વિશેષ ધ્યાન બદલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર માન્યો છે.