Site icon Revoi.in

દુનિયાના સૌથી વધારે ઘનાઢ્યો એશિયાના વિવિધ શહેરમાં કરે છે વસવાટ, મુંબઈમાં 48 અજબપતિઓ

Social Share

• વિશ્વમાં કુલ 2755 અબજોપતિઓ
• 1149 અબજોપતિ તો એકલા એશિયામાં જ રહે છે
• ધનકુબેરો માટે એશિયાનાં શહેરો હવે વસવાટ માટેનું નવું સ્થળ બન્યાં

દિલ્હીઃ ભારતમાં સૌથી ધનવાનની યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ટોપ ઉપર છે. એટલું જ દુનિયાના ધનિકોમાં પણ મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. દરમિયાન દુનિયામાં સૌથી વધારે ધનિકો એશિયામાં વસવાટ કરતા હોવાનું જાણવા મળે છે. દર વર્ષે અઢળક સંપત્તિ ધરાવતા ધનિકોની યાદી જાહેર કરતા ફોર્બ્સ મેગેઝિનના મત મુજબ જે વ્યક્તિ પાસે 1 અબજ અમેરિકન ડોલર કે રૂ. 7350 કરોડથી વધુ સંપત્તિ હોય તેને અબજોપતિ માનવામાં આવે છે. સમગ્ર દુનિયામાં માત્ર એશિયાના શહેરોમાં જ 42 ટકા ઘનકુબેરો વસવાટ કરે છે. ધનાઢ્યોના વસવાટ માટે પસંદ શહેરોમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ આઠમાં ક્રમે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વનાં અબજોપતિઓ માટે એશિયાનાં શહેરો હવે વસવાટ માટેનું નવું સ્થળ બની રહ્યા છે. વિશ્વના ટોપ ટેન શહેરો કે જ્યાં વધુમાં વધુ અબજોપતિઓ રહે છે તેમાં 6 શહેરો એશિયાનાં છે. જ્યારે બે અમેરિકા અને બે યુરોપના દેશોનો સમાવેશ થાય છે. ફોર્બ્સનાં જણાવ્યા મુજબ વિશ્વમાં કુલ 2755 અબજોપતિઓ છે જેમાંથી 42 ટકા જેટલા એટલે કે 1149 અબજોપતિ તો એકલા એશિયામાં જ રહે છે. ભારતનાં મુંબઈ શહેરમાં 48 અબજોપતિઓ વસવાટ કરી રહ્યા છે. વિશ્વનાં ટોપ 10 શહેરમાં ભારતનું મુંબઈ 8મા ક્રમે છે.