Site icon Revoi.in

વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રીજનું નિર્માણ આપણા દેશમાં – રેલ્વે મંત્રીએ ટ્વિટર પર ફોટો શેર કર્યા

Social Share

શ્રીનગર – વિશ્વમાં આપણે અનેક અવનવી વસ્તુઓ જોઈ હશે,જેમાં ભારત અનેક ક્ષેત્રે ઘણઈ તરક્કી કરી રહ્યું છે, પહેલા વિશ્વની સૌથી મોટી પ્રતિમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ત્યાર બાદ વિશ્વનું સૌથી મોટૂ સ્ટેડિયમ અને હવે  આપણે વાત કરીશું વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રીજની, જે બીજે ક્યાય નહી પરંતુ આપણા જ દેશમાં  જમ્મુ-કાશ્મીરની ચેનાબ નદી પર બનીને તૈયાર થઈ ચૂક્યો છે,

આ બ્રીજનું નિર્માણ કાર્ય વર્ષ 2017માં હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે હવે અંદાજે 4 વર્ષ જેટલા સમયગાળા પછી તે બનીને તૈયાર થઈ ચૂક્યો છે,આ સૌથી ઊંચા રેલ્વે બ્રીજ અંગે માહિતી આપતા રેલ્વે મંત્રી પિયુષ ગોયલે તેને નિર્માણ ક્ષેત્રે એક મહત્વનો ભાગ ગણાવ્યો છે

કેન્દ્રીય મંત્રી ગોયલે આ બ્રીજની કેટલાક અહલાદક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, આ ફોટોઝ પર અનેક યૂઝર્સએ પોતાની પ્રતિક્રીયા આપી છે,ચેનાબ નદી પર નિર્માણ પામેલા વિશ્વના સૌથી ઊંચા આ બ્રીજની જો લંબાઈની વાત કરીએ તો તેની લંબાઈ 476 મીટર છે તો તેની પહોળાઈ 359 મીટર છે.

ખાસ વાત એ છે કે આ સમગ્ર બ્રીજનું નિર્માણકાર્ય સ્ટિલથી કરવામાં આવ્યું છે,આ બ્રીજને જોઈને જ આપણાને એક અલગ અનુભૂતિ થાય છે,ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ બ્રીજના ફોટો ખરેખર આપણાને મંત્રમૃગ્ધ કરી દે છે.

વિશ્વના સૌથી ઊંચા બ્રીજના ફોટો શેર કરતા મંત્રી પિયુષ ગોયલે લખ્યું છે કે, “ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચમત્કારનું નિર્માણ ચાલુ છે, ભારતીય રેલ્વે એન્જિનિયરિંગની દ્રષ્ટિથી એક અન્ય મીલનો પત્થર મેળવવાના માર્ગે છીએ. ચેનાબ નદી ઉપર બનનારો સ્ટીલ બ્રીજ હવે પૂર્ણ થવાનાં આરે છે. જે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ હશે”. ‘ ઉલ્લેખનીય છે કે,આ રેલ્વે બ્રીજ રેલ્વેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો એક ભાગ છે જે રેલ્વેમાર્ગથી  કાશ્મીરને ભારતના અનેક ભાગ સાથે જોડશે.

સાહીન