નેપાળમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો – 4 ભારતીયો સહીત 22 લોકો યાત્રીઓ સવાર હતા
- નેપાળમાં લાપતા વિમાનનો મળ્યો કાટમાળ
- તપાસ અભિયાન શરુ
- વિતેલી કાલે વેધર ખરાબ હોવાના કારણે તપાસ અટકી હતી
- આ વિમાનમાં 4 ઈન્ડિયન સહીત 22 લોકો સવાર હતા
દિલ્હીઃ- વિતેલા દિવસને રવિરારે નેપાળમાંથી એક મોટી વિમાન દુર્ઘટના સામે આવી હતી ત્યારે હવે ગુમ થયેલા આ વિમાનનો હવે કાટમાળ મળી આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મુસ્તાંગના લોર્જુંગમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત અવસ્થામાં જોવા મળ્યું છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી જેને લઈને તાત્કાલિક તપાસ અભિહાન હાથ ધરવામાં આવ્યું છે.
જ્યાં સ્થાનિક તારા એરલાઇનનું નાનું પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં ચાર ભારતીય નાગરિકો સહિત કુલ 22 લોકો સવાર હતા. નેપાળના ‘તારા એર’ના ટ્વીન ઓટર 9N-AET વિમાને પોખરાથી સવારે 09.55 વાગ્યે ઉડાન ભરી હતી.ત્યાર બાદ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેનો કાટમાળ આજે મળી આવ્યો છે.
નેપાળ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે. નેપાળની સેનાએ સોમવારે સવારે તે જગ્યા શોધી કાઢી હતી જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. સેનાના પ્રવક્તાએ ટ્વીટ કરીને જણાવ્યું કે રાહત અને બચાવ ટીમોએ વિમાનના ક્રેશ સ્થળનું સ્થાન શોધી લીધું છે. તારા એરનું 9 NAET ડબલ એન્જિનવાળું એરક્રાફ્ટ રવિવારે પહારી જિલ્લામાં ગુમ થયાના કલાકો બાદ મુસ્તાંગ જિલ્લાના કોવાંગ ગામમાં ક્રેશ થયું હતું.
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોખરાથી જોમસોમ જતા બે એન્જિનવાળા એરક્રાફ્ટ રવિવારે સવારે 9.55 વાગ્યે મસ્તાંગના લેટે વિસ્તારમાં પહોંચ્યા બાદ સંપર્ક તૂટી ગયુ હતુ. જિલ્લા પોલીસ કચેરીના ડીએસપીએ જણાવ્યું કે ટીટીના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને જણાવ્યું કે વિસ્ફોટ થયો હોય એવો અસામાન્ય અવાજ સંભળાયો.સ્થાનિક લોકોએ નેપાળ સેનાને આપેલી માહિતી અનુસાર, તારા એરનું આ વિમાન લમચે નદી પાસે ક્રેશ થયું હતું. ગઈકાલે હિમવર્ષાને કારણે અટકી ગયા બાદ સર્ચ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું છે.