મુંબઈ: ભારત સહિત સમગ્ર દુનિયા માટે વર્ષ 2020 કોરોના વાયરસને કારણે મુશ્કેલી ભર્યું રહ્યું છે. જો કે, આ વર્ષ દરમિયાન ભારતીય ફિલ્મ જગતે અનેક કલાકારોને ગુમાવ્યાં છે.
નિમ્મી- બોલીવુડની જાણીતી અભિનેત્રી નિમ્મીએ 88 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે તા. 26 માર્ચે આ દુનિયાને અલવિદા કહ્યુ હતું. તેઓ ઘણા મહિનાઓથી બીમાર હતા.
ઇરફાન ખાન– અભિનેતા ઇરફાન ખાનનું 29એપ્રિલના રોજ અવસાન થયું હતું. ઇરફાન ખાને 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ઇરફાન લાંબા સમયથી બીમાર હતા અને ભૂતકાળમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં જ તેમણે કેન્સર વિશે જાણકારી આપી હતી.
ઋષિ કપૂર– લિજેન્ડરી એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ અવસાન થયું. ઋષિ કપૂરને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતો.
વાજિદ ખાન– પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાને 1 જૂને વિશ્વને અલવિદા કહ્યું હતું. વાજિદ ખાન કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમની હાલત વધુ બગડ્યા પછી તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાસુ ચેટરજી- દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક બાસુ ચેટરજીનું 4 જૂને અવસાન થયું હતું. તેણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, એક રૂકા હુઆ ફેસલા અને ચમેલી શાદી જેવી ફિલ્મોનું નિર્દેશન તેમણે કર્યું હતું.
યોગેશ ગૌર- પ્રખ્યાત ગીતકાર યોગેશ ગૌરે પણ ચાલુ વર્ષે વિશ્વને અલવિદા કહ્યું હતું. યોગેશ ગૌરનું 29મી મેના રોજ અવસાન થયું હતું.
સુશાંત સિંહ રાજપૂત – સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ સુશાંસ સિંહને ન્યાય મળે તે માટે તપાસ ચાલી રહી છે અને કેટલાક લોકો માની રહ્યા છે કે સુશાંતસિહે આત્મહત્યા નહી પણ તેની હત્યા કરવામાં આવી છે. સુશાંતની મૃત્યુ બાદ હજુ પણ તેના ચાહકોમાં લાગણી પણ છે અને નારાજગી પણ છે. તમામ લોકો ઈચ્છી રહ્યા છે તે સુશાંતને ન્યાય મળે. કેટલાક ચાહકો આજે પણ માનવા તૈયાર નથી કે સુશાંત હવે આ દુનિયામાં નથી.
સરોજ ખાન- સરોજ ખાનનું તા. 3 જુલાઇએ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાને અનેક ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામગીરી કરી હતી.
જગદીપ- સુરમા ભોપાલી તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા જગદીપે જુલાઈમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું નિધન 81 વર્ષની વયે થયું હતું. તેમણે 400થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું.
કુમકુમ- લિજેન્ડરી એક્ટ્રેસ કુમકુમનું 28 જુલાઈના રોજ અવસાન થયું. આ અભિનેત્રી 86 વર્ષની હતી. તેમણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
સમીર શર્મા- ટીવી એક્ટર સમીર શર્માએ ઓગસ્ટ મહિનામાં આત્મહત્યા કરી હતી.. તે ૪૪ વર્ષનો હતો.
એસપી બાલાસુબ્રમણ્યમ- દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા.
ફરાઝ ખાન- અભિનેતા ફરાઝ ખાનનું તા. 4 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તેઓ ૪૬ વર્ષનો હતો. લાંબા સમયથી બિમાર અભિનેતાએ બેંગલુરુની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
દિવ્યા ભટનાગર- ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું તા. 7 ડિસેમ્બરે અવસાન થયું હતું. દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હોવાનું જાણવા મળે છે.
વીજે ચિત્રા- તા. 9 ડિસેમ્બરે દક્ષિણની અભિનેત્રી વીજે ચિત્રા એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.