Site icon Revoi.in

એ વર્ષ કે જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળની અખાતમાં માત આપી

Social Share

દિલ્હી:રશિયા આર્થિક રીતે કદાચ એટલું મજબૂત ન હોય પણ આજે પણ એનામાં એવી તાકાત છે કે,તે અમેરિકાને કોઈપણ સ્તર પર ટક્કર આપી શકે છે. આજથી 50 વર્ષ પહેલા પણ આવું જ કંઇક બન્યું હતું કે,જ્યારે રશિયાએ અમેરિકાને બંગાળના અખાતમાં હાર આપી હતી.

જાણકારી અનુસાર જ્યારે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર નિશ્ચિત થઇ ચૂકી હતી ત્યારે તત્કાલીન અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સનના હેન્રી કિસિન્જરે કાન ફૂંક્યા કે યુએસના સાતમા કાફલાને અરબી સમુદ્રમાં મોકલી આપો, ભારત સીધું થઇ જશે.એ સમયે ભારત 20,000 ટનના વિમાનવાહક જહાજ વિક્રાંત સાથે ભારતીય નૌકાદળને મોખરે રાખીને જંગ લડી રહ્યું હતું.

એ વખતે વિક્રાંત પર 20 લાઇટ ફાઇટર વિમાનો હતા. તેની સામે અમેરિકાએ 75,000 ટનના અણુ ઉર્જા દ્વારા સંચાલિત યુએસએસ એન્ટરપ્રાઇઝની આગેવાની હેઠળ પશ્ચિમ બંગાળના અખાતમાં સાતમો કાફલો મોકલ્યો હતો. 1970ના દાયકામાં યુએસ એન્ટરપ્રાઇઝ 70 લડાયક વિમાન ધરાવતું સૌથી મોટું વિમાનવાહક જહાજ હતું.

અમેરિકાએ સત્તાવાર નિવેદન એવું આપ્યું હતું કે,બંગલાદેશમાં રહેલા અમેરિકન નાગરિકોને સહીસલામત લાવવા માટે યુએસએસ એન્ટરપ્રાઇઝને મોકલવામાં આવ્યું છે. જ્યારે હકીકત એ હતી કે તેને ભારતને ધમકાવવા અને પૂર્વ પાકિસ્તાનની મુક્તિ ન મળે તે માટે મોકલવામાં આવ્યું હતું. એજ સમયે ભારતને બીજા ખરાબ સમાચાર પણ મળ્યા હતા.

સોવિયેટ જાસૂસી સૂત્રોએ ભારતને જણાવ્યું હતું કે,વિમાનવાહક એચએમએસ ઇગલની આગેવાની હેઠળ બ્રિટિશ નેવલ ગ્રુપ પણ ભારતની જળસીમામાં અરબી સમુદ્ર ભણી આગળ વધી રહ્યું છે.બ્રિટિશ જહાજના કાફલામાં કમાન્ડો કેરિયર એચએમએસ આલ્બિયન એને સેંક્ડો વિનાશિકાઓ તથા અન્ય જહાજોનો સમાવેશ થતો હતો. બ્રિટિશ અને અમેરિકન નેવીઓએ ભારતને બે બાજુથી ભીડાવવા માટે સહિયારો પ્લાન ઘડયો હતો.

અરબી સમુદ્રમાં બ્રિટિશ જહાજો ભારતના પશ્ચિમ કાંઠા પર ભીંસ વધારવાના હતા અને અમેરિકનો પૂર્વ કાંઠેથી ચિત્તાગોંગ પર ત્રાટકવાની ફિરાકમાં હતા. 1971ના ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યુએસનો સાતમો કાફલો યુએસએસ એન્ટરપ્રાઇઝની આગેવાની હેઠળ પશ્ચિમ બંગાળના અખાતમાં આવી પહોંચ્યો હતો. બ્રિટિશ કાફલો અરબી સમુદ્ર ભણી ધસી રહ્યો હતો.

આખી દુનિયા અદ્ધર શ્વાસે હવે શું થશે તે જોઇ રહી હતી. પણ અમેરિકનોને ખબર નહોતી કે પાણીમાં સબમરીનો તેમની પણ આગળ પહોંચી ગઇ છે. યુએસએસ એન્ટરપ્રાઇઝ પૂર્વ પાકિસ્તાન ભણી ધસી રહી હતી ત્યારે અચાનક કોઇ ચેતવણી વિના જ સોવિયેટ સબમરીનો ભારત અને અમેરિકાના જહાજો વચ્ચે પ્રગટ થઇ અને અમેરિકનો ઘા ખાઇ ગયા.

સાતમા કાફલાના કમાન્ડર એડમિરલ ગોર્ડને સંદેશો મોકલ્યો કે સર, આપણે મોડા પડયા છીએ. સોવિયેટ્સ અહીં પહોંચી ગયા છે. બસ, એ પછી બ્રિટિશ અને અમેરિકન જહાજોએ પીછેહઠ કરી લીધી હતી. આજે મોટાભાગના ભારતીયો બંગાળના અખાતમાં બે મહાસત્તાઓ વચ્ચે ખેલાયેલી નેવીની શતરંજની ચાલો ભૂલી ગયા છે.