Site icon Revoi.in

મિત્રતા સામે કોરોના પરાસ્તઃ કોરોના પીડિત મિત્ર માટે 1400 kmનો પ્રવાસ કરી યુવાન ઓક્સિજન લઈ પહોંચ્યો

Social Share

દિલ્હીઃ ભગવાન માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોહીના સંબંધ સાથે બાળકને ધરતી પર મોકલી છે. પરંતુ મિત્રતા જ એ એક એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. આજના આધુનિક જમાનામાં જ્યારે કોઈ-કોઈની નથી રહ્યું ત્યારે ઉત્તરભારતમાં કોરોના પીડિત મિત્ર સાથે યુવાને મિત્રતા નિભાવીને ફ્રેન્ડશીપનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોના પીડિત મિત્રને ઓક્સિજનની જરૂર પડતા યુવાન 1400 કિમીનો પ્રવાસ કરીને કારમાં ઓક્સિજન લઈને નોઈડા પહોંચ્યો હતો.

નોઈડામાં રહેતો રાજન અગ્રવાલ દિલ્હીની આઈટી કંપનીમાં મોકરી કરે છે. જ્યારે બોકારોમાં રહેતો તેનો મિત્ર દેવેન્દ્ર ઈન્સોપરન્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હાલની કોરોના મહામારીમાં રાજન કોરોના સંક્રમિત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન ઓક્સિજનનું લેવલ સતત ઘટતા તબીબોએ તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરતા પરિવારજનોને સૂચન કર્યું હતું. જેથી ચિંતાતુર પરિવારજનોએ ઓક્સિજનની વ્યવસ્થા કરવા દોડધામ શરૂ કરી હતી. બીજી તરફ દૂર બોકારામાં બેઠેલા દેવેન્દ્રને આ અંગેની જાણ થતા જ પોતાના પરમ મિત્રનો જીવ બચાવવા માટે ઓક્સિજનની વ્યવસ્થા માટે નીકળી પડ્યો હતો.   તેણે બોકારોમાં ઘણા પ્લાન્ટ અને સપ્લાયરના દરવાજા ખટખટાવ્યા, પરંતુ ખાલી સિલિન્ડર વિના કોઈ પણ ઓક્સિજન આપવા તૈયાર નહોતું.

નિરાશા બાદ પણ હતાશ થયા વિના દેવેન્દ્રએ બીજા મિત્રની મદદથી બિયાડામાં ઝારખંડ સ્ટીલ ઓક્સિજન પ્લાન્ટના ઓપરેટરનો સંપર્ક સાધ્યો અને તેઓને સમસ્યા જણાવી હતી. જેથી તેઓ સંમત થયા પરંતુ તેમણે ઓક્સિજન સિલિન્ડરની સુરક્ષા નાણાં જમા કરવાની શરત મૂકી હતી. જેથી દેવેન્દ્રએ સિલેન્ડરની ડિપોઝીટ જમા કરાવીને ઓક્સિજનની બોટલ મેળવી હતી. તે પછી એક પરિચિતની કાર લઈને નોઈડા જવા રવાના થયા હતા અને લગભગ 24 કલાકમાં તેઓ પહોંચ્યા હતા. દેવેન્દ્ર સિલિન્ડર લઈને દિલ્હી પહોંચ્યો ત્યારે રાજન અગ્રવાલની આંખોમાં ખુશીમાં આંસુ આવી ગયા હતા.

રાજન અગ્રવાલે જણાવ્યું હતું કે, આવા મિત્રની હાજરીમાં કોરોના મારું શું બગાડશે. ભગવાનને દરેકને આવા મિત્ર આપવા જોઈએ.