Site icon Revoi.in

દુનિયામાં એવા પ્રકારના પ્રાણીઓ પણ છે કે જેને જોઈને લાગે કે “આ શું?”

Social Share

આ દુનિયા વિવિધ પ્રકારના પ્રાણીઓથી ભરેલી છે. કેટલાક જીવો ખૂબ જ સામાન્ય હોય છે, જે તમને દરેક જગ્યાએ જોવા મળશે, પરંતુ કેટલાક એવા પણ છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા પણ નથી, તેમને જોવું તો દૂરની વાત છે. કૂતરા, બિલાડી, ઘોડા, હાથી, સાપ, ગરોળી જેવા પ્રાણીઓ સામાન્ય છે જે લગભગ દરેક દેશમાં જોવા મળે છે, પરંતુ આજે અમે જે અજીબોગરીબ જીવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. તેમને સાંભળ્યા કે જોયા હશે. આ જીવો એવા છે, જેને જોઈને લાગે છે કે,તેઓ આ ધરતીના જ નથી, કોઈ બીજી દુનિયામાંથી આવ્યા છે. તો ચાલો જાણીએ પૃથ્વીના આ વિચિત્ર જીવો વિશે…

Sea Pig : આ પ્રાણીનું સાચું નામ ‘સ્કોટોપ્લેન’ છે, જે દરિયાઈ કાકડી તરીકે ઓળખાતા ઊંડા સમુદ્રના પ્રાણીની એક પ્રજાતિ છે. તેની પ્રજાતિ સામાન્ય રીતે દરિયાઈ ડુક્કર તરીકે ઓળખાય છે. તેમની રચના એવી છે કે તેમને જોઈને એવું લાગે છે કે તેઓ બીજી દુનિયાના જીવો છે.

Thorny devil : ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો આ જીવ ગરોળી જેવો દેખાય છે. તેના આખા શરીરમાં તીક્ષ્ણ કાંટા છે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઋતુ પ્રમાણે પોતાની જાતને બદલી શકે છે. આ વિચિત્ર દેખાતા પ્રાણીના ઘણા નામ છે. કેટલાક તેને થોર્ની ડ્રેગનના નામથી બોલાવે છે, તો કેટલાક થોર્ની લિઝાર્ડ અને કેટલાક માઉન્ટેન ડેવિલના નામથી બોલાવે છે.

Okapi : આ ખૂબ જ વિચિત્ર દેખાતું પ્રાણી છે, જેને ફોરેસ્ટ જિરાફ અથવા ઝેબ્રા જિરાફ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જોવા મળતું આ પ્રાણી અડધા ઘોડા જેવું અને અડધુ ઝીબ્રા જેવું લાગે છે. આ જ કારણ છે કે આ જોઈને લોકો મૂંઝવણમાં પડી જાય છે કે આ જીવ આ ધરતીનો છે કે બીજી કોઈ દુનિયામાંથી આવ્યો છે.