સોમવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભોલે બાબાની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. અન્ય તમામ દેવતાઓની તુલનામાં ભગવાન શિવની પૂજા ખૂબ જ સરળ છે. શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ભક્તોની મનોકામના જલ્દી પૂરી થાય છે. તો ચાલો જાણીએ તેમના વિશે.
આ ઉપાય સોમવારે અવશ્ય કરવો
ધન અને સંપત્તિ માટે દરરોજ શિવલિંગ પર ચોખા ચઢાવો.
શિવલિંગ પર દરરોજ સવારે નિયમિત રીતે પંચામૃત ચઢાવો. આમ કરવાથી તમારા બધા દુ:ખ દૂર થઈ જશે.
દરરોજ 3 બિલ્વપત્ર પર ચંદન વડે ‘ઓમ નમઃ શિવાય’ લખીને શિવલિંગ પર ચઢાવો. તેનાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.
લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો દરરોજ શિવલીગ પર કેસર મિશ્રિત દૂધ અર્પિત કરવાથી તમારા લગ્ન સંજોગ ખુલશે
દરેક પ્રકારના સુખની થશે પ્રાપ્તિ
ભગવાન શિવને જવ અર્પણ કરવાથી તમામ પ્રકારના સુખ મળે છે.
શેરડીના રસથી શિવજીનો અભિષેક કરો. આમ કરવાથી લગ્ન જલ્દી થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ધનની વૃદ્ધિ અને આયુષ્ય માટે સોમવારે શિવલિંગને ગાયના ઘીથી અભિષેક કરો.
આ દિવસે શિવલિંગ પર ચંદન અર્પણ કરવાથી ભક્તો માટે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.