- એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર છે આ ફળો
- શરીરમાં હ્યદયને સ્વસ્થ રાખવામાં છે મદદરૂપ
- વિટામીનથી ભરપૂર છે આ ફળો
ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.કેળા, દાડમ, સંતરા અને સફરજન વગેરે તમે તેનું દરરોજ સેવન કરો જ છો.પરંતુ ઘણા એવા ફળ છે.જેનું નામ પણ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. આવાં ફળો મોટા ભાગે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં ઉગાડવામાં આવે છે.એવાં વિસ્તારોના લોકો માટે આવાં ફળ સામાન્ય છે. જ્યારે દરેક ક્ષેત્રમાં તેનું સેવન મોટા ભાગે નથી કરવામાં આવતું. આ ફળ પોષકતત્વોથી ભરપૂર હોય છે, જેના સ્વાસ્થ્યલક્ષી લાભ તમે કદાચ પહેલેથી નહીં જાણતા હોવ. તો અહીં જાણીશું કે કયા છે તે ફળ અને તેનાથી કેવાં-કેવાં થાય છે સ્વાસ્થ્યને લાભ?
ચકોતરા નામનું ફળ મોટા ભાગે પૂર્વોત્તર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને કેરલના કેટલાંક ભાગોમાં જોવા મળે છે. તે વિટામીન સીથી ભરપૂર હોય છે. ચકોતરામાં એન્ટીઓક્સિડેંટ વધારે માત્રામાં હોય છે. તે તમારી વધતી જતી ઉંમરની અસરને રોકવામાં પણ મદદ કરે છે. તેનાથી તમારું હ્રદય સ્વસ્થ રહે છે.
સમગ્ર ભારતમાંથી મળી આવતા સ્ટાર ફ્રુટ ફાઇબર અને વિટામીનથી ભરપૂર હોય છે. તે સાઇટ્રિક એસિડથી યુક્ત હોય છે. તેમાં વિટામિન સીની સાથે-સાથે અન્ય પોષકતત્વો પણ હોય છે. તે કેન્સર જેવી ગંભીર બીમારીના ખતરાને ઓછો કરે છે.
કાફલ નામનું ફળ ખાટું-મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે. તે મેઘાલયમાં એપ્રિલ અને જુલાઇની વચ્ચે મળી આવે છે. તે તમામ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ ફળમાં એન્ટી ઇન્ફ્લૈમેટરી, એન્ટી-હેલ્મિંથિક, એન્ટી-માઇક્રોબિયલ, એન્ટી-ઓક્સિડેંટ અને એન્ટી માઇક્રોબિયલ જેવાં ગુણ હોય છે. તે પેટ સાથે જોડાયેલી સમસ્યા જેવી કે, અલ્સર, ગેસ, કબજિયાત, એસિડીટી વગેરેથી છુટકારો અપાવે છે.