- દહીં ગોળ આરોગ્યને કરે છે ફાયદો
- પ્રોટીનનો ભરપુર સ્ત્રોત
ગોળમાં અનેક ગુણો રહેલા છે જે આપણે જાણીએ છીએ એજ રીતે દહીંમાં પણ ઘણા તત્વો સમાયેલા છે,જો દહીં સાથે ગોળ ભએળવીને ખાવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે. દહીં અને ગોળ નું સાથે સેવન કરવામાં આવે તો શરીરમાં તેનો ખૂબ જ અસરકારક પ્રભાવ જોવા મળે છે. મહિલાઓ માં સૌથી મોટી સમસ્યા એનીમિયા ની હોય છે. એનિમિયા એક એવી બીમારી છે જેના લીધે શરીર માં લોહી ની કમી થઈ જાય છે આવા લોકોે દહીં સાથે ગોળનું સેવન કરવું જોઈએ.
ખાટા દહીંમાં થોડો ગોળ અને કાળા મરી ભેળવીને તેનું નિયમિત સવેન કરવાથી કફમાં પણરાહત મળે છે.ગોળમાં ખનીજની સાથે પોટેશિયમ, મૈગ્નિશિયમ, આયરન, મૈગ્નીઝ, કોપર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. તે તમારા શરીરમાંથી બિમારીઓને દૂર કરવાનું કાર્ય કરે છે.
દહીં ગોળનું સેવન લોહીની ખામીને દૂર કરે છે, દહીં અને ગોળનું સેવન કરવાથી તમારા શરીરમાં લોહી પૂરતી માત્રામાંબનતું રહે છે. તેનાથી તમારું શરીર યોગ્ય રીતે કામ એનર્જી સાથે કામ કરે છે.
આ સાથે જ દહીં એક એવી ચીજ છે જેનો સીધો સંબંધ મસ્તિક સાથે હોય છે. જો તમે ગોળ દહીનું સેવન કરો છો તો તેનાથી તમારો તણાવ પણ દૂર થાય છે.સ્ત્રીઓ જ્યારે મેનોપોઝમાં હોય ત્યારે દહીં સાથે ગોળ મિક્સ કરીને ખાવું જોઈએ, પીરીયડ્સના દૂખાવામાં તે રાહત આપવાનું કાર્ય કરે છે.
દહીં ગોળના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.આ સાથે જ દહી ખાવાથી ડાયરિયા પણ મટી જાય છે.આ સિવાય એસીડીટી અને ડાયેરિયા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. રોજ એક વાટકી દહીમાં જો ગોળ ભેળવીને સેવન કરો છો તો
દહીં ગોળનું સેવન કરવાથી શરીરની માંસપેશીઓ યોગ્ય રીતે કાર્ય કરે છે.